માંડાડુંગર પાસે ચાર શખસોએ ઘરમાં ઘુસી માર મારી તોડફોડ કર્યાનો મહિલાનો આક્ષેપ

  • February 08, 2023 10:45 PM 


પાડોશી શખસ સાથે દીવાલ પર કુંડુ મુકવા માટે ઝઘડો થયો હોય તેણે મળતિયાઓને મોકલી હત્પમલો કર્યાની શંકા દર્શાવી




શહેરની ભાગોળે આજીડેમ પાસે આવેલા માંડા ડુંગર વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસી ચાર શખસોએ મારમારી ઘરમાં તોડફોડ કરી હોવાના આક્ષેપ સાથે મહિલા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી હતી.મહિલાએ જણાવ્યું હતું કે,પાડોશી શખસ સાથે દીવાલ પર કુંડુ મુકવા બાબતે માથાકૂટ થઈ હોય તેણે અજાણ્યા શખસોને ઘરે મોકલી હત્પમલો કરાવ્યો હોવાનું આક્ષેપ કરતા આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.



બનાવની જાણવા મળતી વિગતો મુજબ, માંડા ડુંગર પાસે સદગુ નવા આવાસ યોજના કવાર્ટરમાં રહેતા રીનાબેન રવિભાઈ માલણ (ઉ.વ ૨૨) નામની આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી તેણે જણાવ્યું હતું કે, સવારના ચાર અજાણ્યા ઘરમાં ઘૂસી તેને મારમારી ઘરમાં તોડફોડ કરી હતી.


મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા પ્રતિક અને તેમના ઘરની કોમન દીવાલ હોય દીવાલ પર કુડું રાખવા બાબતે પાડોશી પ્રતિક સાથે ગઈકાલે માથાકૂટ થઈ હતી જેથી તેણે આ અજાણ્યા શખસોને મોકલી હત્પમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યેા હતો.આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application