ટ્રુકોલરે લોન્ચ કરેલા AI આસિસ્ટન્ટ ફીચરથી હવે કોલ રિસિવ કરવાની જરૂર નહીં પડે,જાણો કઈ રીતે

  • July 20, 2023 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રુકોલરે Ai Assistant ફીચર યુઝર્સ માટે લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે સ્પામ કોલને સરળતાથી ઓળખી શકશે. એટલું જ નહીં, આ AI ફીચર યુઝર્સના ફોન પર આવનારા કોલનો જવાબ પણ આપશે.


સ્પામ કોલ્સ રોકવા માટે, ટ્રુકોલર  એ હવે AI Assitance ફીચર લોન્ચ કર્યું છે. આ AI સંચાલિત ફીચર તમારા પર્સનલ આસિસ્ટન્ટની જેમ કામ કરશે. ટ્રુકોલર  પહેલાથી જ અજાણ્યા નંબરો ઓળખવા માટે જાણીતું હતું. પરંતુ હવે AI ફીચર્સ આવવાથી તે પહેલા કરતા અનેક ગણું વધુ બુદ્ધિશાળી બની ગયું છે. તાજેતરમાં કંપનીએ તેના પ્લેટફોર્મ પર વોટ્સએપ માટે કોલર આઈડી અને સ્પામ પ્રોટેક્શન ઉમેર્યું છે.


ટ્રુકોલરે તેની એક બ્લોગ પોસ્ટ દ્વારા ભારતમાં આસિસ્ટન્ટ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે આ ફીચર યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી થશે જ્યારે તેઓ કોલ રિસીવ કરી શકતા નથી. અથવા તેઓ કોલ લેવા માંગતા નથી. આ ટ્રુકોલર ફીચર યુઝર્સને કોલ રીસીવ કરવો કે નહી તે અંગે માર્ગદર્શન આપવા માટે મશીન લર્નિંગ અને ક્લાઉડ ટેલિફોનીનો ઉપયોગ કરે છે.


ટ્રુકોલરે હાલમાં આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કર્યું છે. એપને અપડેટ કરીને AI સહાયતા સુવિધાનો ઉપયોગ કરી શકો છો. જે લોકોને આખા દિવસમાં ઘણા બધા કોલ આવે છે. હવે આ નવું ફીચર તેમને જણાવશે કે કયો કોલ ચોક્કસપણે છે અને કયા નથી.


જો ટ્રુકોલરમાં આસિસ્ટન્ટ ફીચર સક્ષમ છે. તો જ્યારે ઇનકમિંગ કોલ આવશે ત્યારે એક નવો વિકલ્પ મળશે અને જો કોઈ અર્જન્ટ કોલ ન હોય તો તમે કોલ હેન્ડલ કરવા માટે AI સહાયતા આપી શકો છો. આટલું જ નહીં જો યુઝર તેના ફોનથી દૂર હોય અને કોલ આવે તો આ AI ફીચર ઓટોમેટીક કોલ રીસીવ કરશે.


ટ્રુકોલરના AI Assitance ફીચરમાં પાંચ અલગ-અલગ વૉઇસ સ્ટાઇલ આપવામાં આવી છે. દરેક અવાજને ભારતીય નામ આપવામાં આવ્યું છે. AI આસિસ્ટન્સ ફીચર અંગ્રેજી, હિન્દી, હિંગ્લિશ તેમજ અન્ય પ્રાદેશિક ભાષાઓને સપોર્ટ કરે છે. ટ્રુકોલર  તેના તમામ યુઝર્સને 14 દિવસ માટે આ ફીચરનો ફ્રીમાં ઉપયોગ કરવા માટે આપી રહ્યું છે. ફ્રી ટ્રાયલ પછી દર મહિને 149 રૂપિયા ચૂકવવા પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application