ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શરૂ થઈ શકે છે સંસદનું શિયાળુ સત્ર : સૂત્ર

  • November 09, 2023 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ક્રિસમસ પહેલા સત્ર સમાપ્ત થવાની ધારણા, ત્રણ મોટા બિલ પર વિચારણા થવાની સંભાવના



સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે અને તે ક્રિસમસ પહેલા સમાપ્ત થઈ શકે છે. સૂત્રો મુજબ પાંચ રાજ્યોમાં મત ગણતરીના થોડા દિવસો બાદ અંદાજે ૩ ડિસેમ્બરે સત્ર શરૂ થઈ શકે છે.


આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલવા માટેના ત્રણ મોટા બિલો પર સત્ર દરમિયાન વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે ગૃહ બાબતોની સ્થાયી સમિતિએ તાજેતરમાં ત્રણ અહેવાલો સ્વીકાર્યા છે. શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થાય છે અને ૨૫ ડિસેમ્બર પહેલા સમાપ્ત થાય છે.


સત્ર દરમિયાન મુખ્ય ફોજદારી કાયદાઓને બદલવા માટેના ત્રણ મોટા બિલો પર વિચારણા થવાની સંભાવના છે. ગૃહ મામલાની સ્થાયી સમિતિએ તાજેતરમાં ત્રણ ખરડાઓ પર પોતાનો અહેવાલ સ્વીકાર્યો છે. સંસદમાં પેન્ડિંગ અન્ય એક મોટું બિલ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત છે.


વિપક્ષ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોના વિરોધ વચ્ચે સંસદના વિશેષ સત્રમાં ચોમાસુ સત્રમાં રજૂ કરાયેલા આ બિલને પસાર કરાવવાનો સરકારે આગ્રહ રાખ્યો ન હતો. આ બિલ દ્વારા સરકાર મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોનો દરજ્જો કેબિનેટ સેક્રેટરીની બરાબરી પર લાવવા માંગે છે. હાલમાં તેઓ સુપ્રીમ કોર્ટના જજની સમકક્ષ દરજ્જો ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application