રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહને હવે ગણતરીના દિવસો બાકી છે. સમગ્ર દેશમાં આ માટે હરખ જોવા મળી રહ્યો છે. અયોધ્યા ખાતે વેપારઘંઘા પણ ધમધમી રહ્યા છે. ત્યારે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અમિતાભ બચ્ચને એક ખાસ વાત કરી છે. તેણે અયોધ્યામાં ઘર બનાવવા માટે 14.5 કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમિતાભ બચ્ચને મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી 7 સ્ટાર એન્ક્લેવ ધ સરયૂમાં એક પ્લોટ ખરીદ્યો છે. અભિનંદન લોઢા પાસેથી ખરીદવામાં આવેલા આ ઘરના કદ અંગે કોઇ ટિપ્પ્ણી કરવામાં આવી નથી. પરંતુ એક અહેવાલ અનુસાર, 10,000 ચોરસ ફૂટનું ઘર બનાવવામાં આવશે.
એક રિપોર્ટ અનુસાર જે દિવસે અયોધ્યામાં રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. એ જ દિવસે એટલે કે 22 જાન્યુઆરીના ધ સરયૂ પ્રોજેક્ટ લોંચ થવાનો છે.મહત્વનું છે કે, અમિતાભ બચ્ચનને ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા સાથે પ્રોજેક્ટ વિશે વાત કરી છે.
અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, હું અયોધ્યામાં ધ સરયૂ માટે ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા સાથે આ સફર શરૂ કરવા માટે ઉત્સાહિત છું. આ એક એવું શહેર છે જે મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. અયોધ્યાની શાશ્વત આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિએ ભૌગોલિક સીમાઓની બહાર એક ભાવનાત્મક જોડાણ બનાવ્યું છે. આ અયોધ્યાની આત્માની યાત્રાની શરૂઆત છે. હું વૈશ્વિક આધ્યાત્મિક રાજધાનીમાં મારું ઘર બનાવવાની આશા કરું છું. માનવામાં આવે છે કે, અમિતાભ બચ્ચને અયોધ્યામાં જે પ્લોટ લીધો છે તે રામંદિરથી માત્ર 15 મિનિટ દૂર છે અને ઈન્ટરનેશનલ એરપોર્ટથી 30 મિનિટ દૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમાકુ–સિગારેટ વગેરે પર ૩૫ ટકા જીએસટી? આજે બેઠક
December 21, 2024 11:37 AMતાલુકા અધિકારીની કારે બાઇક સવારને ૩૦ કિલોમીટર સુધી ઢસડી કચડી નાખ્યો
December 21, 2024 11:37 AMસરકારના શટડાઉનને રોકવા અડધી રાત્રે યુએસ હાઉસમાં ફન્ડિંગ બિલ થયું પસાર
December 21, 2024 11:34 AMપત્નીએ દારૂ પીવાની ના કહેતા પતિએ આપઘાત કર્યો
December 21, 2024 11:33 AMમાછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા વાડીનાર, ઓખાના ચાર માછીમારો સામે કાર્યવાહી
December 21, 2024 11:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech