અયોધ્યાની ખૂબજ નજીક આવેલ જનૌરા ગામ રાજા જનકે વસાવ્યું હતું. આની પાછળની કથા એવી છે કે રાજા જનક વૈદેહીના વિવાહ બાદ પુત્રીના ઘરનું પાણી પણ પીવા માંગતા ન હતા. તેથી, જ્યારે તે સીતાના લગ્ન પછી પ્રથમ વખત ભેટ સોગાદ સાથે અયોધ્યા આવ્યા, ત્યારે તેમણે આ જમીન ખરીદી અને એક મહેલ બનાવ્યો અને અહીં રોકાયા. આ પછી જનૌર ગામ અયોધ્યાની વિવિધ ઘટનાઓનું સાક્ષી બન્યું. પહેલા, જનૌરા રામનો વનવાસ, પછી તેમનો રાજ્યાભિષેક અને હવે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા..
દરેક વ્યક્તિ જાણે છે કે જનકપુર એ ભગવાન રામનું સાસરું છે. એ જ જનકપુર, જેનો કેટલોક ભાગ બિહારમાં છે અને કેટલોક નેપાળમાં, પરંતુ શું તમે જાણો છો કે માતા સીતાનું પણ અયોધ્યામાં માતૃગૃહ છે. જો તમે નથી જાણતા તો અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે માતા સીતાનું પણ અયોધ્યામાં માતૃ ઘર છે. હવે તમને નવાઈ લાગશે કે તેના સાસરાનું ઘર અયોધ્યામાં છે, તો પછી તેના માતાનું ઘર કેવી રીતે હોઈ શકે? વાસ્તવમાં અયોધ્યાને અડીને આવેલ જનૌરા ગામ રાજા જનકની સંપત્તિ હોવાનું કહેવાય છે. રાજા જનકે આ ગામની જમીન અયોધ્યા પતિ દશરથ પાસેથી ખરીદીને અહી ગામ વસાવ્યું હતું
અહીં રાજા જનકનો મહેલ છે અને તેમના ઉપાસક ભગવાન શિવનું જાગ્રતા મંદિર પણ છે. અહીં સીતા કુંડ છે અને યજ્ઞ હવન માટે બ્રહ્મા કુંડ પણ છે. ભગવાન રામના સમકાલીન મહર્ષિ વાલ્મીકિએ તેમની રામાયણમાં આ સ્થળનું વર્ણન જનકચૌરા તરીકે કર્યું છે. જો કે, સમય સાથે, અપભ્રંસ થતા તે જનકચૌરાથી જનૌરામાં બદલાઈ ગયું. હવે આ નામ આજના રેવન્યુ રેકોર્ડમાં પણ છે.વાલ્મીકિ રામાયણની વિવિધ ઘટનાઓ અનુસાર, રાજા જનક અત્યંત રૂઢિચુસ્ત અને પરંપરામાં માનનાર વ્યક્તિ હતા.
જનકે સીતાના સસરાના ઘરનું પાણી પણ પીધું ન હતું.
સીતાના લગ્ન પછી રાજા જનકે તેને રામ સાથે વિદાય આપી દીધી, પરંતુ તે પરેશાન થવા લાગ્યા . દરમિયાન એક પખવાડિયું વીતી ગયું. કુલ ગુરુએ સલાહ આપી કે હવે સીતાજીને કાલેવા એટલેકે ભેટ સોગાદ અને ખાદ્ય સામગ્રી મોકલવા જોઈએ. તેમની સલાહ પર રાજા જનકે પોતે કાલેવ સાથે અયોધ્યા જવાનું નક્કી કર્યું. તે સમયે સમસ્યા એ હતી કે તેઓ અયોધ્યામાં તેમના રોકાણ દરમિયાન ક્યાં ખાશે અને ક્યાં રહેશે. વાસ્તવમાં એવી પરંપરા છે કે દીકરીના લગ્ન પછી પિતા તેના ઘરનું ભોજન નથી લેતા પાણી પણ પી શકતા નથી. આવી સ્થિતિમાં રાજા જનકે એક સંદેશવાહકને અયોધ્યા મોકલ્યો અને રાજા દશરથને જમીન આપવા વિનંતી કરી.
જનકે જમીન ખરીદીને ગામ વસાવ્યું
જનકની આ વિનંતીથી રાજા દશરથ આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ પછી તેમણે મહામંત્રી સુમંતને સંદેશવાહક દ્વારા પસંદ કરાયેલ જમીનનો કોઈપણ ભાગ ઉચિત કિમતે રાજા જનકના નામે કરી દે આ ભાગની માલિકીના ટ્રાન્સફરની વિગતો પણ રાજ્યના રેવન્યુ રેકોર્ડમાં નોધેલી છે . આ પછી સંદેશવાહકે અયોધ્યા શહેરની હદની બહાર એક જમીનની ઓળખ કરી. તે સમયે તે જમીનનો ઉપયોગ ખેતી માટે થતો હતો. આ જમીન પર ઝડપથી એક ગામ સ્થપાયું.
રાજા જનકનો મહેલ અને મંદિર આજે પણ અસ્તિત્વ ધરાવે છે
જનકપુરની તમામ સામગ્રી રથ પર લાદી અને પછી રાજા જનક સીતાજી માટે કાલેવા લઈને અયોધ્યા આવ્યા. રામાયણમાં એક કથા છે કે તે સમયે રાજા જનક લાંબા સમય સુધી અયોધ્યામાં રહ્યા હતા. તેથી, તેમણે તેમના પ્રિય ભગવાન શિવની પૂજા કરવા માટે એક શિવ મંદિર બનાવ્યું, સ્નાન માટે એક તળાવ ખોદ્યું અને હવન યજ્ઞ માટે બ્રહ્મા કુંડ પણ બનાવ્યો. રાજા જનકની ઇમારત આજે પણ અહીં મંદિરના રૂપમાં મોજૂદ છે. એ જ રીતે તળાવ સીતા કુંડ નામથી ઓળખાય છે. કહેવાય છે કે આ પછી પણ જ્યારે પણ રાજા જનક અયોધ્યા આવ્યા ત્યારે તેઓ આ મકાનમાં રોકાયા હતા.
રામના વનવાસ, રાજ્યાભિષેક અને હવે તેમની પ્રાણ પ્રતિષ્ઠાનું સાક્ષી જ્નૌરા.
અયોધ્યાનું જનૌરા ગામ રામના વનવાસનું સાક્ષી બન્યું. રાવણના વિજય પછી રામ જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે તેમના રાજ્યાભિષેકના સાક્ષી બન્યા. આ બંને પ્રસંગે રાજા જનક જ્નૌરમાં હાજર હતા અને લાંબા સમય સુધી અહીં રહ્યા હતા. આ જનૌરામાં જ તેમણે માતા સીતાને તેમના વનવાસ દરમિયાન ઉપદેશ આપ્યો હતો. આ પછી રાજ્યાભિષેક વખતે પણ રાજા જનકે સીતાને રાણીનું ગૌરવ શીખવ્યું હતું. હવે ફરી એકવાર જનકપુરથી મોટી સંખ્યામાં લોકો રામ લલ્લાના અભિષેક માટે અયોધ્યા પહોંચ્યા છે.ત્યારે જનૌરા માં જ તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech