કોણ બનશે સિરીઝનો સિકંદર?: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી–૨૦ સિરીઝ: અમદાવાદમાં લેવાશે નિર્ણય

  • February 01, 2023 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતે બેટિંગમાં સુધારો કરવો પડશે, ભારતની ટીમ બોલિંગથી દબાણ બનાવશે




બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી–૨૦ સીરીઝની નિર્ણાયક મેચ રમાવાની છે. કીવી ટીમે રાંચીમાં રમાયેલી પ્રથમ મેચ ૨૧ રને જીતી લીધી હતી. આ પછી યજમાન ભારતે પુનરાગમન કયુ અને લખનૌ ટી૨૦ છ વિકેટે જીતી લીધી. હવે અમદાવાદમાં નક્કી થશે કે આ સિરીઝ કોના નામે થશે. આ પહેલા ભારતે ત્રણ મેચની વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડને ૩–૦થી હરાવ્યું હતું.રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીઓને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો હતો.





આ કારણોસર, યુવાનોને તેમની પ્રતિભા બતાવવાની તક મળી. જોકે શુભમન ગિલ, ઈશાન કિશન અને રાહત્પલ ત્રિપાઠી આ તકનો ફાયદો ઉઠાવવામાં સફળ થઈ શકયા નથી. આ સીરીઝ પછી ભારત લાંબા સમય સુધી ટી–૨૦ નહીં રમે, તેથી આ ખેલાડીઓ માટે આ છેલ્લી તક છે.





ઇશાન બાંગ્લાદેશમાં બેવડી સદી ફટકાર્યા બાદથી બેટ સાથે લય શોધવામાં નિષ્ફળ રહ્યો છે, યારે ગિલ પણ ટર્ન બોલ સામે સંઘર્ષ કરી રહ્યો છે. ગિલ ટી–૨૦માં વન–ડે  ફોર્મેટની કોપી કરવામાં નિષ્ફળ રહ્યો છે. ત્રિપાઠી કોહલીની ગેરહાજરીમાં મળેલી તકોનો લાભ ઉઠાવી શકયો નથી, જે નિયમિતપણે ત્રીજા નંબરે બેટિંગ કરે છે. રવિવારે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડાની ઇનિંગ્સે ભારતને ૧૦૦ રનનો ટાર્ગેટ મુશ્કેલીથી મેળવવા મદદ કરી હતી. જો ભારત બેટિંગમાં સુધરશે નહીં તો અમદાવાદમાં પણ તે જ હાલનો સામનો કરશે જેવો તેણે રાંચીમાં કર્યેા હતો.




બોલિંગ વિભાગમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની પાર્ટનરશીપથી ભારતને વિપક્ષ પર દબાણ બનાવવામાં મદદ મળી છે. બીજી ટી૨૦માં પિચ ઘણી મદદ કરતી હોવા છતાં, ચહલ માત્ર બે ઓવર ફેંકીને ખૂબ જ પરેશાન થઈ ગયો હતો યારે લેગ–સ્પિનરે ઓપનર ફિન એલનને આઉટ કર્યેા હતો. નો–બોલ સાથે સંઘર્ષ કર્યા પછી, ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ લખનૌમાં સારા લયમાં જોવા મળ્યો હતો,
બીજી તરફ ન્યુઝીલેન્ડને તેમના મિડલ ઓર્ડરથી વધુ સારા પ્રદર્શનની આશા રહેશે. ભારતમાં સિરીઝ જીતવાની સિદ્ધિ ન્યૂઝીલેન્ડની ટીમને પ્રોત્સાહિત કરવા માટે પૂરતી છે. ગ્લેન ફિલિપ્સ હજુ સુધી તેની આક્રમક બેટિંગ રજૂ કરી શકયો નથી અને ટીમ બુધવારે તેની પાસેથી મેચ વિનિંગ ઇનિંગ્સની અપેક્ષા રાખશે. વન–ડે  સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા માઈકલ બ્રેસબેલ પાસેથી પણ મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા માર્ક ચેપમેનની પણ નજર મોટી ઇનિંગ પર છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application