મુંબઇથી દારૂ લઇ કારના ચોરખાનામાં છૂપાવી રાજકોટ પહોંચેલી બેલડી ઝડપાઇ

  • April 22, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બુટલેગરો પોલીસથી બચવા અવનવા કિમીયા કરતા હોય છે પણ તેમ છતાં કાનૂનના લાંબા હાથ તેમના સુધી પહોંચી જાય છે.ત્યારે રાજકોટમાં રહેતી બેલડીએ દા માટે કાર મોડીફાઇ કરી તેમાં ચોરખાનું બનાવી મુંબઇથી દાનો જથ્થો ભરી રાજકોટ સુધી પહોંચી ગયા બાદ પોલીસની ઝપટે ચડી ગયા હતાં.પોલીસે કારમાંથી .૩૨,૪૦૦ નો દા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દાના આ દરોડાની જાણવામળતી વિગતો મુજબ,એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી.બોરીસાગરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ. હિતેશભાઇ પરમાર,સત્યજીતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ભાવગનર હાઇવે રોડ પર સીતારામ હોટલ સામેથી પસાર થઇ રહેલી શંકાસ્પદ સેન્ટ્રો કાર નં.જીજે૨૧એકયુ ૬૨૪૩ ને અટકાવી હતી.પોલીસે કારની તલાશી લેતા તેમાં સીટ નીચે ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હોય જેમાંથી દાની ૫૪ બોટલ મળી આવી હતી.પોલીસે દાનો આ જથ્થો અને કાર અને મોબાઇલ સહિત કુલ .૧,૪૨,૦૦૦ નો મુદામાલ કબજે કરી બંને આરોપી અફલઝલ હત્પશેનભાઇ શેખ(ઉ.વ ૩૩ રહે. સિયાણીગનર શેરી નં.૧ ભવાની ચોક કોઠારીયા રોડ), અલ્તાફ હબીબભાઇ નકાણી(ઉ.વ ૪૨ રહે. રસુલપરા કોઠારીયા સોલવન્ટ) સામે પ્રોહિબિશન એટકની કલમ હેઠળ ગુનો નોધ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે,બંને આરોપી દાની ખેપ મારવા માટે મુંબઇ ગયા હતાં જયાં બે ત્રણ દિવસ રોકાયા હતાં.કટકે કટકે કરી દાની આ બોટલો ભેગી કરી બાદમાં મોડીફાઇ કરેલી કારમાં ખાસ ચોરખાનામાં દા છુપાવી રાજકોટ આવ્યા હતાં.બંને આરોપી સામે દાના બે–બે ગુના નોંધાઇ ચૂકયા હોવાનું માલુમ પડયું છે.
જયારે દાના અન્ય એક દરોડામાં ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એસ.ગરચર તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન કોન્સ. હરપાલસિંહ જાડેજા અને મહેશભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે જામનગર હાઇવે ઘંટેશ્ર્વર ચોકડી પાસેથી કેયુર નીતિનભાઇ સંઘવી(ઉ.વ ૨૭ રહે. વર્ધમાનગર વી–૮૮ બંગલો સામે સમય એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૪ જામનગર રોડ) ને ૬૭,૨૦૦ ના દાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.પોલીસે આરોપી સામે ગુનો નોંધ ધોરણસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application