જ્યારે પણ ક્યાંક બહાર જવાનું હોય કે પાર્ટી ફંક્શનમાં જવાનું હોય ત્યારે મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું પહેરવું, જેથી પાર્ટીમાં દરેકનું ધ્યાન આકર્ષી શકાય. જ્યારે નક્કી કરીએ છીએ કે શું પહેરવું છે, ત્યારે તે મુજબ જ મેકઅપ લુક બનાવીએ છીએ, પરંતુ ઘણીવાર ભૂલ કરીએ છીએ કે કોઈપણ રંગના ડ્રેસ સાથે કોઈપણ રંગની લિપસ્ટિક લગાવી લઈએ છીએ.
જે આખો દેખાવ બગાડી શકે છે. આઉટફિટ અનુસાર યોગ્ય લિપસ્ટિક પસંદ કરવી સૌથી મહત્વપૂર્ણ બાબત છે, જે દેખાવને પૂર્ણ બનાવે છે.
પોશાક સાથે મેળ ખાતા રંગની લિપસ્ટિક પસંદ કરવી ખૂબ મુશ્કેલ છે. વિચાર્યા વગર કોઈપણ રંગની લિપસ્ટિક લગાવવાથી આખો લુક બગડી શકે છે. લુક ન બગડે અને જલ્દીથી નિર્ણય લઇ શકાય એ માટે કેવા રંગના કપડા સાથે ક્યા લિપસ્ટિક શેડ્સનો ઉપયોગ કરવામાં આવે જે દેખાવમાં વધારો કરશે તે જાણી શકાય છે.
પરફેક્ટ લુક માટે આઉટફિટ પ્રમાણે કઈ લિપસ્ટિક યોગ્ય રહેશે.
પિંક આઉટફિટ સાથે
ગુલાબી રંગના કપડા સાથે ગુલાબી રંગની મેચિંગ લિપસ્ટિક સારી નથી લાગતી. પિંક આઉટફિટ સાથે રેડ પિંક, ન્યુડ પિંક અને મૌવના શેડ્સની લિપસ્ટિક લગાવી શકો છો.
ગ્રીન આઉટફિટ સાથે
જો વિચારી રહ્યા હોવ કે લીલા રંગના આઉટફિટ પહેરવાથી કઈ લિપસ્ટિક સારી રહેશે તો કોફી બ્રાઉન, ડીપ બેરી, પીચ કલર અથવા બ્રિક રેડ લિપસ્ટિક શેડ પણ પસંદ કરી શકો છો. તે લીલા રંગના કપડા પર ખૂબ જ સરસ લાગે છે.
પીળા આઉટફિટ સાથે
કોઈપણ તીજ, તહેવાર કે લગ્નમાં મહેંદી પર પહેરવામાં આવતા પીળા રંગના કપડા સાથે સારી લિપસ્ટિક મેચ કરવાથી સુંદરતામાં વધારો થશે. તેથી પીળા આઉટફિટ સાથે ન્યુડ પિંક, મોવ કલર અથવા રોઝ પિંક કલરની લિપસ્ટિક લગાવો. આ પરફેક્ટ લુક આપશે.
કાળા આઉટફિટ સાથે
મોટાભાગના લોકોને કાળા રંગના કપડાં ગમે છે. જો તેની સાથે મેચિંગ લિપસ્ટિક શેડ પસંદ કરવા માંગતા હો તો ન્યૂડ પીચ, ક્લાસિક રેડ અથવા વાઇન કલરની લિપસ્ટિક લગાવો.
લાલ ડ્રેસ સાથે
લગભગ તમામ છોકરીઓ અને સ્ત્રીઓ પાસે લાલ રંગની સાડી, લહેંગા, સૂટ અથવા અન્ય કપડાં હોય છે. તેની સાથે ક્લાસિક રેડ, મરૂન અને કોરલ જેવી લિપસ્ટિક લગાવી શકો છો. જેનાથી એકદમ પરફેક્ટ લુક લાગશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech