એપના ડેટાનું ગૂગલ ડ્રાઈવમાં લેવાશે બેકઅપ; ૧૫ જીબી સુધી મળશે ફ્રી ક્લાઉડ સ્ટોરેજ; એક્સ્ટ્રા સ્પેસ માટે સબ્સ્ક્રાઇબ કરવો પડશે ગૂગલ વન પ્લાન
વોટ્સએપ યુઝર્સે ચેટ બેકઅપ માટે પૈસા ચૂકવવા પડશે. કંપનીએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તે ચેટ બેકઅપ માટે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરશે, તેની શરૂઆત થઈ ચૂકી છે. વોટ્સએપે આ ફેરફાર એન્ડ્રોઇડના બીટા વર્ઝન માટે લાગુ કર્યો છે. જો તમે બીટા યુઝર છો, તો તમારું વોટ્સએપ ચેટ બેકઅપ હવે ગૂગલ ડ્રાઈવ પર સેવ થવાનું શરૂ થઈ જશે. ગૂગલ તેના યુઝર્સને ૧૫ જીબી સુધી મફત ક્લાઉડ સ્ટોરેજ આપે છે. સ્ટોરેજ ફૂલ થઇ ગયા પછી, યુઝર્સએ ગૂગલના વધારાના ક્લાઉડ સ્ટોરેજ માટે ગૂગલ વન પ્લાનને સબ્સ્ક્રાઇબ કરવું પડશે. આ પ્લાન ૧૩૦ રૂપિયા માસિકથી શરૂ થાય છે.
બીટા યુઝર્સ વોટ્સએપના સેટિંગમાં આપેલા ચેટ બેકઅપમાં જઈને ક્લાઉડ એકાઉન્ટ પર કેટલા એમબી અથવા જીબી ડેટા સ્ટોર છે તે ચેક કરી શકે છે. વોટ્સએપનું આ લેટેસ્ટ અપડેટ બીટા વર્ઝન નંબર ૨.૨૪.૩.૨૧માં જોવા મળે છે. ચેટ બેકઅપને મેનેજ કરવા માટે, યુઝર્સ ગૂગલ ડ્રાઇવ એપના મેનેજ સ્ટોરેજમાં જઈ શકે છે. અહીં જાણી શકાય છે કે જીમેઇલ, ગૂગલ ફોટોઝ અને ડ્રાઈવ ક્લાઉડ સ્ટોરેજમાં કેટલી જગ્યા લઈ રહ્યા છે. અહીં તમને 'અધર'નો વિકલ્પ પણ મળશે, જેમાં વોટ્સએપ ડેટાનો બેકઅપ સેવ્ડ છે.
જો તમે ઇચ્છતા નથી કે તમારા ચેટ બેકઅપ સંપૂર્ણપણે ગૂગલ ડ્રાઇવ પર જાય, તો તમે ક્લાઉડમાં બેકઅપ લેવાનું બંધ પણ કરી શકો છો. તેના બદલે, તમે નવા ફોન પર સ્વિચ કરતી વખતે બિલ્ટ-ઇન વોટ્સએપચેટ ટ્રાન્સફર ટૂલનો ઉપયોગ કરી શકો છો. નવા ફોનમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે, તમારો જૂનો અને નવો ફોન સક્રિય ઇન્ટરનેટ કનેક્શન સાથે સમાન વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાયેલ હોવો જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech