માસુમનો શું વાંક...રાજકોટમાં રૂખડિયા ફાટક પાસેથી મળી નવજાત બાળકી, જુઓ વિડીયો

  • February 15, 2023 08:25 PM 

શહેરમાંથી અવારનવાર નવજાત બાળકો લાવરિસ હાલતમાં મળી આવતા હોવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રૂખડીયાપરામાંથી એક નવજાત બાળક લાવરિસ હાલતમાં મળી આવ્યું છે. કોઈ જાગૃત નાગરિકે આ અંગેની જાણ કરતા પોલીસ તેમજ 108નો કાફલો દોડી ગયો હતો. અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત અનુસાર, રૂખડીયાપરા નજીક 2-3 દિવસ અગાઉ જન્મેલા નવજાત નવજાત બાળકને કોઈ અહીંના એક વૃક્ષ પાસે ત્યજીને ફરાર થઇ ગયું હતું. આ અંગેની જાણ જાગૃત નાગરિક દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેને લઈને પોલીસ તેમજ 108નો કાફલો દોડી ગયો હતો. અને લાવરિસ હાલતમાં મળી આવેલા બાળકને 108 મારફત સારવાર માટે ખસેડી પોલીસે આ બાળકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.

​​​​​​​જાગૃત નાગરિક વિલિયમભાઈના જણાવ્યા અનુસાર તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ બાળક રડતું હોવાનો અવાજ સંભળાતા તેઓ નજીક પહોંચ્યા હતા. જોકે બાળક એકલું હોવાને કારણે પોતે નજીકમાં તેના વાલી વારસને શોધવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બાળકના વાલી વારસનો પતો નહીં લાગતા પોલીસને જાણ કરી હતી. જેને પગલે તરત જ પોલીસ અને 108નો કાફ્લો પહોંચયો હતો. અને બાળકને સારવાર માટે ખસેડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application