શું તમે જાણો છે કે શરીરમાં ચામડીનું વજન કેટલું હોય છે. તમને કદાચ ખબર નહીં હોય પરંતુ તમે જાણીને ચોકી જશો. માનવીના શરીરના કુલ વજનમાં સ્નાયુઓ, હાંડકા, શરીરમાં રહેલું પાણી, નસો, ચામડી વગેરેનો સમાવેશ થાય છે. માનવીના શરીરનું માથુ, ફેફસા અથવા અન્ય અંગોને જોઈને અંદાજીત અનુમાન લગાવી શકાય છે કે તેનું વજન કેટલું હશે. મોટાભાગના લોકો જાણે છે કે માનવીના હૃદયનું વજન લગભગ 250 થી 350 ગ્રામ સુધી અને મસ્તિષ્કનું વજન લગભગ 150 ગ્રામ હોય છે.
માનવીની ચામડીમાં ત્રણ લેયર હોય છે. એપિડર્મિસ (ચામડીનું સૌથી બહારનું પડ), ડર્મિસ (બાહ્ય ત્વચાની નીચેનું પડ) ચામડી અને માંસપેશિઓની વચ્ચેનો સબક્યૂટેનિયસ ટિશ્યૂજ ( ચામડીની નીચેનું પડ), દરેક માનવીના શરીરની ચામડી અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, તમારી આંખોની આસપાસની નાજુક ચામડી માત્ર કાગળની કેટલીક શીટ જેટલી જ જાડી હોય છે અને તમારા પગના તળિયાની સ્કિન રબ્બર જેટલી જાડી હોય છે.
નેશનલ લાયબ્રેરી ઓફ સાયન્સના રિપોર્ટ પ્રમાણે, ચામડીનું વજન 3.5 થી 10 કિલોની વચ્ચે હોય છે, જે દરેક વ્યકિતમાં અલગ-અલગ હોય છે. ઉંમરલાયક વ્યકિતના શરીરમાં ચામડીનું વજન લગભગ 3.6 કિલો હોય છે.
કેટલાક અન્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ઉંમરલાયક વ્યક્તિના શરીરની ચામડીનું કુલ વજન તેના શરીરના કુલ વજનનું લગભગ 16 ટકા હોય છે. એટલે કે જો કોઈ વ્યકિતના શરીરનું વજન 77 કિલો હોય તો તેની ચામડીનું વજન 12.3 કિલો હશે.
ચામડીનું વજન કેટલું હશે તે વ્યક્તિના ફિટનેસ લેવલ પર આધાર રાખે છે. જેમ કે કોઈ છોકરો ખૂબ પતળો હોય તો તેના શરીરની ચામડીનું વજન નોર્મલ વ્યક્તિની ચામડીથી ઓછું હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech