ચંડીગઢ મેયરની ચૂંટણી પર પ્રતિબંધ લાગતા નારાજ થયેલા આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર શું કર્યા પ્રહાર?

  • January 18, 2024 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણી 2024 પહેલા આજે એટલે કે 18 જાન્યુઆરીએ યોજાનારી ચંડીગઢ મેયરની ચૂંટણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચૂંટણી પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ એ છે કે અહીં પ્રિસાઇડિંગ ઓફિસર બીમાર પડી ગયા છે. જીહા, અચાનક જ પ્રિસાઇડિંગ ઓફિસરની તબિયત લથડી હતી. પરિણામે ચૂંટણી અટકાવવામાં આવી છે. આમ, પ્રિસાઇડીંગ ઓફિસરના બિમાર પડવાથી મેયરની ચૂંટણી અટકી તેને લઇ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પર ચૂંટણીમાં હારનો આરોપ લગાવી રહી છે. એટલું જ નહીં ભાજપ ઇન્ડિયા ગઠબંધનથી એટલું ડરી ગયું છે કે તે ચૂંટણી રોકવાની રણનીતિ અપનાવી રહ્યું છે.


આ તરફ આપ સાંસદ રાઘવ ચઢ્ઢા ચૂંટણી મુલતવી રાખવા પર ખૂબ જ નારાજ જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, તે દિવસ દૂર નથી જ્યારે ભાજપ એટલી બીમાર થઈ જશે કે તેણે 2024ની લોકસભા ચૂંટણીમાંથી ભાગવું પડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને આપએ નક્કી કર્યું છે કે અમે હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશું અને મેયરની ચૂંટણીમાં ન્યાય માટે અરજી કરીશું. જેમાં ઇન્ડિયા ગઠબંધન સ્પષ્ટ રીતે જીતી રહ્યું છે.


વાતચીત દરમિયાન રાઘવ ચઢ્ઢાએ એમ પણ કહ્યું હતું કે, આ તો નાની ચૂંટણી છે પણ જયારે લોકસભાની ચૂંટણી થશે ત્યારે ભાજપનું શું થશે. આપ સાંસદ રાઘવે કહ્યું હતું કે, અમે તો એટલું જ ઇચ્છીએ છીએ કે જો આજે ચૂંટણી થવાની હતી તો આજે જ યોજાય, જો એક અધિકારી બીમાર હોય તો બીજા અધિકારી ઉપલબ્ધ કરાવવામાં આવે. ભાજપે પહેલા પ્રિસાઇડિંગ ઓફિસરને બીમાર કર્યા અને હવે ચૂંટણી અટકાવી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ ઇન્ડિયા ગઠબંધનના હાથે હાર જોઈને ડરી ગઈ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application