વિટામીન ડીથી ભરપુર સનબાથ સવાસ્થ્ય માટે ફાયદાકારક

  • December 30, 2023 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
 
શિયાળાના હળવા સૂર્યપ્રકાશમાં બેસવાનો  આનંદ જ કઈ ઓર હોય છે. શિયાળાનો કુણો કુણો તડકો તમને શરદીથી તો રાહત આપે જ છે સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. જ્યાં એક તરફ ઉનાળાનો તડકો તમને ટેનિંગ અને સનબર્નનો શિકાર બનાવે છે, તો બીજી તરફ શિયાળાનો તડકો અનેક ફાયદાઓ લઈને આવે છે.    

આ ઋતુમાં સ્વસ્થ રહેવા માટે યોગ્ય ખાનપાન અને કપડાંનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત લોકો  શિયાળામાં તડકાની મજા લેતા જોવા મળે છે. કડકડતી શિયાળાની ઠંડીમાં હળવા તડકામાં બેસવાનો પોતાનો જ આનંદ છે. શિયાળામાં વિટામીન ડી થી ભરપુર  સૂર્યપ્રકાશ તમારા શરીરને ગરમ અને  સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
  
​​​​​​​
હૃદય માટે ફાયદાકારક
સૂર્યપ્રકાશ નાઈટ્રિક ઑક્સાઈડના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં અને  એકંદર હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

મૂડ સુધારો
સૂર્યપ્રકાશ ન્યુરોટ્રાન્સમીટરના પ્રકાશનને ઉત્તેજિત કરે છે, જે ખુશી  અને સારી ભાવનાઓમાં વધારો કરે છે. આ રીતે સૂર્યસ્નાન કરવાથી તમારો મૂડ સારો રહે છે અને તમે આનંદમાં રહો છો    
 

વિટામિન ડી વધારે
વિટામિન ડી આપણા સારા વિકાસ માટે આવશ્યક પોષક તત્વ છે. આવી સ્થિતિમાં, શિયાળામાં સનબાથ લેવાથી તમારા શરીરને વિટામિન ડી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જે હાડકાંને મજબુત કરે છે,  રોગપ્રતિકારક શક્તિ વધારે છે 


સારી ઊંઘ
પ્રાકૃતિક સૂર્યપ્રકાશમાં સવારે સમય પસાર કરવાથી  શરીરની ઇન્ટરનલ કલોક ને નિયંત્રિત કરવામાં મદદ મળે છે, જેથી તમે  સારી રીતે  ઊંઘી શકો છો.
 

તંદુરસ્ત ત્વચા 
મધ્યમ સૂર્યપ્રકાશનો સંપર્ક શરીરમાં વિટામિન ડીના ઉત્પાદનમાં મદદ કરે છે, જે ત્વચાની સમસ્યાઓથી રાહત આપે છે અને ત્વચાને સ્વસ્થ બનાવે છે.


ઊર્જા સ્તર વધારો
ઘણીવાર શિયાળામાં ઠંડી ને કારણે  આળસ અને સુસ્તી રહે છે . આવી સ્થિતિમાં સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી  ઉર્જા સ્તર વધે છે અને સ્ફૂર્તિ રહે છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application