Viral video : KKRના કેપ્ટન નીતિશ રાણા પર મુંબઈ ઈન્ડિયન્સના બોલરનો ફૂટ્યો ગુસ્સો, ગાળો ભાંડી સીનીયર પ્લેયર સાથે રિતિકનો દુર્વ્યવહાર

  • April 16, 2023 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે પણ આ ipl સિઝનમાં અત્યાર સુધીમાં ખેલાડીઓની અથડામણનો કોઈ મોટો કે વિવાદાસ્પદ મામલો સામે આવ્યો નથી પરંતુ રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓ વચ્ચે ગરમાવો આવી ગયો હતો.


વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ ચાલી રહી હતી. જેમાં KKRના કેપ્ટન નીતિશ રાણા અને મુંબઈના સ્પિનર રિતિક શોકીન વચ્ચે ભયંકર સ્થિતિ સર્જાઈ અને ઈશારા આંગળી અને બેટ બતાવીને શાબ્દિક દુર્વ્યવહાર સુધી પહોંચી ગયા.

પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા હતા. કેપ્ટન નીતિશ રાણા ક્રિઝ પર હતા. નવમી ઓવરમાં રાણાએ મુંબઈના 22 વર્ષીય સ્પિનર રિતિક શોકીનનો પહેલો જ બોલ હવામાં રમ્યો હતો પરંતુ તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. અહીં નીતીશ પેવેલિયન તરફ પાછો ફરી રહ્યો હતો, પરંતુ પછી રિતિક શોકીન તેની તરફ ગયો અને કંઈક કહ્યું અને નીતિશ અટકી ગયો.


બંને ખેલાડીઓ નજીક આવ્યા અને સ્થિતિ નિયંત્રણમાં ન રહે  તે પહેલાં, મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અનુભવી લેગ-સ્પિનર પીયૂષ ચાવલાએ બંનેને અલગ કરવા દરમિયાનગીરી કરી. નીતીશ અને રિતિક વચ્ચેની આ હંગામો લગભગ 10 વર્ષ પહેલાની આવી જ લડાઈની યાદો તાજી કરાવ્યો હતો. આ પહેલા 2013માં પણ દિલ્હીના જુનિયર અને સિનિયર ખેલાડી વચ્ચે લડાઈ થઈ હતી. તે સમયે કેકેઆરના કેપ્ટન ગૌતમ ગંભીર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના યુવા કેપ્ટન વિરાટ કોહલી એકબીજા સાથે ટકરાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application