Viral video : હાર્દિકે બોલ પર ફૂક્યો મંત્ર અને પાકિસ્તાની પ્લેયર થઇ ગયો આઉટ, ફની વિડીયો થયો વાઈરલ

  • October 14, 2023 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્લ્ડકપ 2023ની સૌથી મોટી ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ અમદાવાદમાં પાકિસ્તાન સામે કંઈક એવું કર્યું, જેના કારણે પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હકન ભૂલ કરી બેઠો. પાકિસ્તાન માટે, ઓપનર અબ્દુલ્લા શફીક અને ઇમામ ઉલ હકે સ્થિર બેટિંગ કરી અને ભારતને વિકેટ માટે થોડો સમય રાહ જોવી પડી. મોહમ્મદ સિરાજે થોડા સમયમાં શફીકની વિકેટ લીધી હતી પરંતુ ઇમામ ઉલ હક થોડી મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો. તેણે સિરાજની ઓવરમાં પહેલા જ 3 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને બોલિંગ પર ઉતાર્યો હતો પરંતુ તેની શરૂઆત પણ સારી રહી ન હતી. બાબર આઝમે તેના પર કેટલાક ચોગ્ગા ફટકાર્યા.


13મી ઓવરની શરૂઆતમાં હાર્દિકે કંઈક એવું કર્યું જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હશે. હાર્દિકે બંને હાથ વડે બોલ પકડ્યો, મોં પાસે લાવ્યો, કંઈક કહ્યું અને પછી બોલિંગ કરી. અને બોલને ઓફ સ્ટમ્પની બહાર રમવાનો પ્રયાસ કરતી વખતે બોલ વિકેટકીપર રાહુલના હાથે કેચ થયો હતો.


હાર્દિક માત્ર અહીં જ અટક્યો નહી. તેણે ઈમામ પાસેથી પસાર થઈને તેને બાય-બાય કરવાનું શરૂ કર્યું. ઈમામ ઉલ હકે 38 બોલમાં 36 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા સામેલ હતા. ઈમામની વિકેટ સમયે પાકિસ્તાનનો સ્કોર 72 રન હતો. ઈમામ સિવાય શફીકે પણ 20 રન બનાવ્યા હતા, જેને મોહમ્મદ સિરાજે LBW આઉટ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઇ રહ્યો છે, ફેન્સ તેના પણ ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કોઈ બોલ્યું- મંત્ર ફૂંક્યો તો કોઈએ અમૂજી અંદાજમાં કહ્યું કાળું જાદૂ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application