Video : ગુજરાત ટાઇટન્સના પૂર્વ ખેલાડી પર ચાલુ મેચે ભડક્યો હાર્દિક પંડ્યા, અમ્પાયરને પણ કરી ટકોર

  • April 30, 2023 06:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાર્દિકની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં શાનદાર લયમાં જોવા મળી છે. ટીમ 8માંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. શનિવારે (29 એપ્રિલ) ગુજરાતે KKRને હરાવ્યું અને 7 વિકેટે જીત મેળવી. આ મેચ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યા મેદાન પર ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે KKRના બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ તરફ આંગળી બતાવતા કંઈક કહ્યું.


બંને વચ્ચે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 7 વિકેટે 179 રન બનાવ્યા હતા. ગુજરાતે માત્ર 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિજય શંકરે 24 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 51 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


આ ઘટના હાર્દિક પંડ્યા અને રહેમાનુલ્લા ગુરબાઝ વચ્ચે પ્રથમ દાવની 13મી ઓવરમાં બની હતી. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો અને KKRના રહેમાનુલ્લા ગુરબાજે તેના પહેલા જ બોલ પર તેને સિક્સર ફટકારી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સિક્સર ફટકાર્યા બાદ રહેમાનુલ્લા ગુરબાજે નોન-સ્ટ્રાઈકરના છેડે હાર્દિક પંડ્યાને રોકીને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો હતો.



આ પછી, હાર્દિકના રનઅપ પર પાછા ફરતી વખતે, રહેમાનુલ્લાહ ગુરબાજને આંગળી બતાવીને કંઈક કહેતો જોવા મળે છે. ગુરબાજની સાથે હાર્દિક અમ્પાયરને પણ કંઈક કહેવા માંગતો હતો, તે વીડિયોમાં દેખાય છે. IPL 2022 એટલે કે ગત સિઝનમાં ગુરબાજ ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો, પરંતુ આ સિઝનમાં તે KKR તરફથી રમી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application