પાંચ દિવસમાં નંબર પ્લેટ વગરના ૩૨૯ વાહન ડીટેઇન કરવામાં આવ્યા

  • March 22, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ થતો હોય તેમજ ઘણાખરા કિસ્સામાં અકસ્માત સર્જનાર વહનમાં નંબર પ્લેટ ન હોવાનું પણ સામે આવ્યું છે. શહેરમાં છેલ્લા થોડા સમયથી નંબર પ્લેટ વગરના વાહનો ચલાવવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે ટ્રાફિક પોલીસે તેની સામે લાલ આખં કરી છે. ટ્રાફિક પોલીસ દ્રારા કરવામાં આવેલી પાંચ દિવસની ડ્રાઇવ દરમિયાન કુલ ૩૨૯ નંબર પ્લેટ વગરના વાહનો અટકાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર જા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ, ટ્રાફિક એસીપી જે.વી.ગઢવીના માર્ગદર્શન હેઠળ શહેરમાં નંબર પ્લેટ વગર વાહનો ચલાવનાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તા. ૧૭૩ થી ૨૧૩ સુધી ડ્રાઇવ યોજવામાં આવી હતી. પાંચ દિવસની આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસે કુલ ૩૨૯ વાહન ડિટેઇન કર્યા છે. જેમાં અલગ અલગ ઝોન મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
પીઆઇ એસ.એન.રાઠોડ તથા પીએસઆઇ એસ.એમ. સૈયદ, એસ.આઇ. સિંધી અને તેમની ટીમે કુલ ૮૫ વાહન ડીટેઇન કર્યા છે. યારે પીઆઇ એમ.ડી.ગઢવી તથા પીએસઆઇ આર.જે.ચારણ, વી.એમ.પરમાર, ટી.ડી. સુમેરા સહિતની ટીમે ૧૦૭ વાહન ડીટેઇન કર્યા છે. પીઆઇ જે.એસ.ગામીત તથા પીએસઆઇ બી આર પરમાર, આઈ.આઈ.કટીયા તથા ટીમે ૬૦ વાહન ડીટેઇન કર્યા હતા. યારે પીઆઇ એમ.જી. વસાવા, પીએસઆઇ પી.કે.પઢિયાર એન એમ.જે.મસાકપોત્રાએ,આઇ.એ. ભટ્ટી તથા તેમની ટીમ કુલ ૭૭ વાહન ડિટેઇન કર્યા હતા. આમ પાંચ દિવસ દરમિયાન ચાલેલી આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક પોલીસની ટીમે નંબર પ્લેટ વગરના કુલ ૩૨૯ વાહન ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી છે

ઓવરલોડ– રોયલ્ટી વગરના બે ડમ્પર ડિટેઇન
પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી પીઆઇ આઇ.એ.ઝાલા, માઈન સુપરવાઇઝર રામદેવ નંદાણીયા તથા ટ્રાફિક શાખાના પીઆઇ એમ.ડી.ગઢવી અને સ્ટાફે શહેરમાં ઓવરલોડ વાહનો દ્રારા થતા અકસ્માતના બનાવો અટકાવવા માટે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગ સાથે સંયુકત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓવરલોડ તથા રોયલ્ટી વગરના રેતી ભરેલા બે ડમ્પર પણ ડીટેઇલ કરવામાં આવ્યા હતા. આ ડ્રાઈવમાં ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક અંકિત ભટ્ટ પણ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application