જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આર.ટી.ઓ. કચેરી દ્વારા વાહન ફીટનેશ કેમ્પનું આયોજન
જામનગર જિલ્લાની જાહેર જનતાને વાહનના ફીટનેશ માટે સામાજિક અંતર જળવાઇ રહે અને કોવિડ-૧૯ની ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તેમ જિલ્લાના વિવિધ તાલુકા સ્થળો પર વાહનોના ફીટનેશ ઇન્સપેકશનમાં હાજર રહેવા જણાવવામાં આવે છે.
જે અંતર્ગત, આર.ટી.ઓ. કચેરી, જામનગર દ્વારા ધ્રોલમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડીઝલના પંપ પાસે તા.૨૨/૦૨/૨૦૨૩ના રોજ, કાલાવડમાં મુ. GEB ઓફિસની સામે, વાવડી રોડ પાસે તા.૨૩/૦૨/૨૦૨૩ના રોજ, લાલપુરમાં તા.૨૪/૦૨/૨૦૨૩ના રોજ લાલપુર માર્કેટિંગ યાર્ડની સામે, ૬૬ KV બાજુનું મેદાન આગળ યોજાશે. તેમજ જામજોધપુર ખાતે જામજોધપુર ગૌશાળા પાસે, નદીના કાંઠા પરનું મેદાન સ્થળે તા.૨૪/૦૨/૨૦૨૩ના રોજ તમામ પ્રકારના વાહનોનો ફીટનેશ ઇન્સ્પેકશન કેમ્પ યોજાશે.
ઉપરોક્ત સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફીટનેશ ચેકીંગ થશે. ફીટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે. જે વાહનોનું પી.યુ.સી. સર્ટિફિકેટ ઓનલાઈન કઢાવેલ હશે, તેનું જ ફિટનેસ ઇન્સ્પકેશન કરી આપવામાં આવશે. તેમ ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકાર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech