લોકસભાની ચૂંટણી લડવા કોંગ્રેસ માટે કપરા ચઢાણ, જાણો શું શરત રાખી છે SP-RJDએ

  • December 26, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયા એલાયન્સમાં સીટની વહેંચણીને લઈને ચાલી રહેલી તકરાર ઘટવાને બદલે વધી રહી છે. દિલ્હી, પંજાબ, યુપી અને પશ્ચિમ બંગાળ બાદ હવે બિહારમાં પણ સ્થાનિક પક્ષો કોંગ્રેસને તેમની અનુકૂળતા મુજબ સીટો આપવા તૈયાર નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બિહારમાં આરજેડીએ કોંગ્રેસને કહ્યું છે કે તેઓ સાથીપક્ષોને માત્ર 6 બેઠકો આપી શકે છે. આરજેડી અને જેડીયુ 17-17 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. આરજેડીનું કહેવું છે કે તે સીપીઆઈ એમએલ અને સીપીઆઈ માટે 2 સીટો અને કોંગ્રેસ માટે 4 સીટો છોડી શકે છે.

યુપીમાં પણ સપા સાથે વાતચીત

બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને કહ્યું છે કે તે તેમને માત્ર 8 સીટો આપી શકે છે. આ આઠ બેઠકોમાં બનારસ, લખનૌ જેવી બેઠકોનો સમાવેશ થાય છે. જ્યાં સપાની હાજરી વધુ જોવા મળતી નથી. છતાં પણ કોંગ્રેસ બંને રાજ્યોમાં તેના સાથી પક્ષો પાસેથી વધુ બેઠકોની અપેક્ષા રાખી રહી છે અને વાતચીત માટે વધુ પ્રયાસો કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application