UPI ટ્રાન્ઝેક્શનમાં સતત ત્રીજા મહિને 1000 કરોડનો વધારો, તહેવારોની સિઝનને કારણે નવેમ્બરમાં પણ ટ્રાન્ઝેક્શન વધવાની ધારણા  

  • November 02, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓક્ટોબરમાં ૧૭.૧૬ લાખ કરોડ થયા ઓનલાઈન ટ્રાન્સફર




ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસની આમાં મોટી ભૂમિકા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ઓક્ટોબરમાં દેશભરમાં ૧૦૦૦ કરોડથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બન્યો છે. નોંધનીય બાબત એ છે કે આ સતત ત્રીજો મહિનો છે જ્યારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૧૦૦૦ કરોડને વટાવી ગઈ છે. ઓક્ટોબર ૨૦૨૩માં યુઝર્સે કુલ ૧,૪૧૪ કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા એકબીજાને ૧૭.૧૬ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.


નોંધનીય છે કે ઓક્ટોબરમાં ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં યુપીઆઈના ઉપયોગમાં ૫૫% અને ટ્રાન્ઝેક્શનની રકમના સંદર્ભમાં ૪૨%નો વાર્ષિક વધારો નોંધવામાં આવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૩ના ડેટાની મુજબ, યુઝર્સે યુપીઆઈ દ્વારા ૧૦૫૬ કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા ૧૫.૮૦ લાખ કરોડ રૂપિયાની રકમનો વ્યવહાર કર્યો હતો. જ્યારે ઓગસ્ટમાં ૧૦૫૮ કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૧૫.૭૬ લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા.


૨૦૧૬માં શરૂ કરાયેલ યુપીઆઈનો ટ્રેન્ડ ભારતમાં ઝડપથી વધી રહ્યો છે. આજકાલ લોકો રોકડ વ્યવહારને બદલે ડિજિટલ પેમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે તહેવારોની સિઝનને કારણે નવેમ્બરમાં પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં વધુ વધારો થવાની ધારણા છે. એનપીસીઆઈના ડેટા અનુસાર ઓક્ટોબરમાં આઈએમપીએસ દ્વારા ૪૯.૩ કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા ૫.૩૮ લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. આવી સ્થિતિમાં, રકમની દ્રષ્ટિએ ૧૫ % અને ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં ૨%ની વાર્ષિક વૃદ્ધિ નોંધવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application