સોરઠમાં કમોસમી વરસાદથી કપાસ, જીરૂ અને ધાણામાં નુકસાનીથી ખેડૂતાનેે થશે મોટું નુકસાન

  • November 27, 2023 01:11 PM 

 જૂનાગઢ જિલ્લ માં ગઈકાલે ભર શિયાળે પડેલા બેથી અડધા ઇંચ વરસાદથીખેડૂતોને ખુબ મોટુ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ઉભા પાકને માઠી અસર થતા ખેડૂતો માટે પડ્યા પર પાટો તેવી સ્થિતિ ઊભી થઈ છે   કૃષિ નિષ્ણાંત  સુભાષભાઈ ચોથાણી ના જણાવ્યા અનુસાર માવઠાથી ખેડૂતોને ખુબ મોટુ નુકસાન વેઠવું પડશે. હાલ કપાસ માં જીંડવા ફાટેલા છે તેમાં કપાસીયા ઉગી જશે જેથી રૂની કવોલીટી બગડી જશે.તો જ્યાં છેલ્લ ાં ૩ દિવસ માં ઘઉં-જીરૂ-ધાણાનું વાવેતર કરેલ હશે તે દબડાઈ જશે અને ઉગાવો ઓછો આવશે. જ્યાં પાકના ચણા ઉગીને ૨૫ દિવસ ના થઈ ગયા હશે તેનો કુદરતી ખાર ધોવાઈ જવાથી ઉત્પાદન ઘટશે, જ્યારે ઉગી ગયેલા જીરૂ અને ધાણા ના પાક માં ભેજ વધવાથી  ફુગના રોગ વધવાની શક્યતા છે.તો વળી તુવેરના પાકમાં હાલ ફલાવરીંગ ખરી જવાથી ઉત્પાદન ઘટશે. ડુંગળી અને લસણ ને કોઈ નુકસાની થશે નહી.ખાસ કરીને બારાડી અને બરડા વિસ્તાર માં હાલ મગફળી કાઢવાની કામગીરી ચાલુ હોય પશુનો ચારો અને મગફળી પલળી ગઈ છે.  વરસાદથી પાકને નુકસાનીના થાય તે માટે કૃષિ નિષ્ણાંત સુભાષભાઈ ચોથાણી ના જણાવ્યા અનુસાર આ માવઠુ જતુ રહે કે તુરત જ જીરૂ - ધાણા જેવા પાકમાં ફુગના રોગ ન લાગે તે માટે ડાયથેન એમ ૪૫ કે સાફ જેવી ફુગનાશક સાથે પ્રાયમસી આલ્ફા નો છંટકાવ કરવાથી પાક ને બચાવી શકાય છે. તથા વરસાદ પછી ૧૦ દિવસ સુધી પીયત આપવું નહી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application