ડ્રાફ્ટ કમિટી ૨ ફેબ્રુઆરીએ સરકારને સોપશે રિપોર્ટ ; ૫ ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે ; ૬ ફેબ્રુઆરીએ રજુ કરાશે યુસીસી બીલ
ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થઈ શકે છે. યુસીસીને લઈને રાજ્યની ધામી સરકાર એક્શનમાં આવી છે. યુસીસીને લઈને રચાયેલી ડ્રાફ્ટ કમિટી ૨ ફેબ્રુઆરીએ પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે, ત્યારબાદ તેના પર આગળની પ્રક્રિયા શરૂ થશે. સીએમ ધામીએ ગતરોજ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર આ માહિતી આપી હતી અને દાવો કર્યો હતો કે યુસીસીને રાજ્યમાં ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. સૂત્રો મુજબ ઉત્તરાખંડમાં ૫ ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે ૬ ફેબ્રુઆરીના રોજ ધામી સસરકાર આ બીલ રજુ કરી શકે છે.
સીએમ પુષ્કર સિંહ ધામીએ એક્સ પર લખ્યું હતું કે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝન અને ચૂંટણી પહેલા ઉત્તરાખંડની પ્રજા સમક્ષ મૂકવામાં આવેલા સંકલ્પ અને આકાંક્ષાઓને અનુરૂપ અમારી સરકાર યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ માટે હંમેશા પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે, 'યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રચાયેલી કમિટી ૨ ફેબ્રુઆરીએ તેનો ડ્રાફ્ટ રાજ્ય સરકારને સુપરત કરશે અને અમે આગામી વિધાનસભા સત્રમાં એક બિલ લાવીને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરીશું.'
આ સાથે સીએમ ધામીએ મીડિયા વાતચીતમાં પણ આ વિશે વાત કરી અને કહ્યું કે, ૨૦૨૨ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં યુસીસી અમારો સંકલ્પ હતો, અમે ઉત્તરાખંડની જનતાની સામે આ સંકલ્પ લીધો હતો અને જનતાએ અમને તક આપી હતી. સરકાર બન્યા બાદ અમે યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરી છે. ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી, સમિતિએ તેનું કામ કર્યું છે. તેઓ અમને બે તારીખે તેમનો ડ્રાફ્ટ આપશે અને ડ્રાફ્ટ આપ્યા બાદ અમે તેનું મૂલ્યાંકન કરીશું. તેને કેબિનેટમાં લાવીશું, ત્યારબાદ તેને વિધાનસભામાં બિલ બનાવવાની દિશામાં આગળ વધશે.
ઉત્તરાખંડમાં ૫ ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટને પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. યુસીસીના અમલ પછી ઘણા બધા ફેરફારો થશે. આ સાથે છૂટાછેડાની તમામ ધાર્મિક પદ્ધતિઓ ગેરકાયદેસર બની જશે અને લગ્ન, માતા-પિતાના ભરણપોષણ, સંપત્તિ, બાળક દત્તક લેવા અને સંપત્તિ પર મહિલાઓના અધિકાર સંબંધિત બાબતો તમામ ધર્મો માટે સમાન નિયમો હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોનાલી ઠાકુરની તબિયત લાઈવ કોન્સર્ટમાં લથડી
January 23, 2025 12:29 PMએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech