લાઠીના અકાળા ગામે હિટાચી મશીનમાંથી ઓઈલ ચોરી કરતા બે ઝડપાયા

  • February 14, 2023 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાઠી તાલુકાના અકાળા ગામની ગાગડીયા નદીની સાઈડ ઉપરથી હિટાચીમાં ડ્રાઈવર તરીકે હોય તે ડ્રાઈવર તથા અજાણ્યા ઈસમોએ હિટાચીની ટાંકીમાંથી આશરે ૧૨૦ લીટર જેટલુ ડિઝલ કાઢી કિ.રૂ.૧૧,૦૪૦ ની ચોરી કરી લઈ  ગયેલ હોય જે અંગે ફરીયાદીની ફરીયાદ આધારે લાઠી પોલીસે  ગુનો રજી કરવામા આવેલ હતો જેને લઇને  આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા માટે લાઠી પોલીસે  અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ બાતમી આધારે ગણતરીની કલાકોમા ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરી  અજયસિંહ સોહરસિંહ ઉ.વ.૩૪ ધંધો. ડ્રાઈવિંગ રહે  હજારીબાગ (ઝારખંડ)   અને  પરેશભાઈ મુળજીભાઈ જુવાડીયા ઉ.વ.૨૯  રહે,અકાળા   બે ઇસમોને પકડી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં લાઠી પોલીસ ને સફળતા મળી હતી  આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application