aajkaal@team
ભાવનગરના સ્વસ્તિક પાર્ક સોસાયટી ખાતે રહેતા અને કાળીયાબીડ વિસ્તાર ખાતે રહેતા બે કિશોર સિદસર રોડ પર આવેલ હિલપાર્ક સોસાયટી થી આધેવાડા તરફ જવાના રોડ પાસે આવેલ પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડ્યા હતા.દરમિયાનમાં ડૂબેલા બંને કિશોરને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા.જ્યાં બંને કિશોરના મોત નીપજ્યા હતા.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગરની સ્વસ્તિક પાર્ક સોસાયટીમાં રહેતો શિવમ જગદીશભાઈ મોરખીયા અને કાળીયાબીડમાં રહેતો સતીશ ઠાકરશીભાઈ ગોહેલ આજે હિલપાર્કથી આધેવાડા તરફ જવાના રોડ પાસે આવેલ પાણી ભરેલા ખાડામાં નહાવા માટે પડ્યા હતા તે દરમિયાન બંને કિશોર ડૂબવા લાગતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.
આ બનાવવાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડ ટીમ દ્વારા બંને કિશોરને પાણીમાંથી બહાર કાઢતા શિવમનું મોત થયું હતું, જ્યારે સતીશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું પણ મોત નીપજ્યું હતું.
પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે કિશોરના મોત નીપજવાની ઘટનાના પગલે બંને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત માટે ૨૦૪૭ સુધીમાં ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવું મુશ્કેલ : માર્ટિન વુલ્ફ
July 06, 2024 01:59 PMઓછી આવક ધરાવતા દેશોમાં ૪ ટકાી વધુ નવજાત મૃત્યુનું કારણ આબોહવા પરિવર્તન
July 06, 2024 01:56 PMવિકટ્રી પરેડ બાદ મરીન ડ્રાઈવ પર એકઠો યો ૧૨ મેટ્રિક ટન કચરા
July 06, 2024 01:52 PMસાપે દંશ દીધો, યુવાને સાપને સામા બે બટકા ભરી લીધા, સાપનું મોત
July 06, 2024 01:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech