ગેરકાયદેસર રીતે આવેલા ઈમિગ્રન્ટ્સ અમેરિકામાં લૂંટ, બળાત્કાર અને નરસંહાર કરી રહ્યા છે : ટ્રમ્પના
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બિડેન પર રક્તપાતને મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો છે. મિશિગનમાં એક રેલી દરમિયાન ટ્રમ્પ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના મુદ્દા પર ભાષણ આપતા ઘણા વિવાદિત નિવેદન આપ્યા છે. તેણે કહ્યું, "બાઈડેન યુએસ-મેક્સિકો બોર્ડર પર દેશમાં રક્તપાતને મંજૂરી આપી રહ્યો છે. અહીંથી આવતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ અમેરિકામાં લૂંટ કરે છે, બળાત્કાર કરે છે, નરસંહાર કરે છે. આ આપણા દેશને બરબાદ કરી રહ્યું છે, જે ઘણું ખોટું છે."
ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ (શરણાર્થીઓ) પ્રાણીઓ પણ કહ્યા હતા. આ પહેલા પણ તેમણે ઓહાયો રાજ્યમાં એક ચૂંટણી રેલી દરમિયાન શરણાર્થીઓને પ્રાણીઓ સાથે સરખાવ્યા હતા. અમેરિકા-મેક્સિકો બોર્ડર મારફતે ગેરકાયદેસર વસાહતીઓ અમેરિકામાં પ્રવેશ કરે છે. ટ્રમ્પ સરહદ બંધ કરવા માંગે છે. તેમનું કહેવું છે કે બિડેન આ સ્થળાંતર કરનારાઓને રોકવા માટે પગલાં લઈ રહ્યા નથી. આ જ કારણ છે કે તેઓ પોતાના ચૂંટણી પ્રચારમાં આ મુદ્દો ઉઠાવે છે. નવેમ્બર 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે. રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ છે.
મિશિગનમાં એક રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું, "અન્ય દેશોના અપરાધીઓ યુએસ-મેક્સિકો બોર્ડરથી અમેરિકા આવી રહ્યા છે. તેઓ અમેરિકામાં હત્યા અને ચોરી જેવા ગુનાઓ પણ કરી રહ્યા છે. બિડેન આની મંજૂરી આપી રહ્યા છે." ટ્રમ્પે આવનારી ચૂંટણી હારી જવા પર ભવિષ્યનું ભયંકર ચિત્ર દોર્યું હતું, જે સૂચવે છે કે તેમના નેતૃત્વ વગર અમેરિકા હિંસા અને અરાજકતાથી ઘેરાઈ જશે. ભૂતપૂર્વ પ્રમુખે ઇમિગ્રન્ટ્સ અને અપરાધ અંગે ઘણા વિવાદાસ્પદ દાવા કર્યા હતા.
થોડા દિવસો પહેલા ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવશે તો એક દિવસ અમેરિકાના તાનાશાહ બની જશે, જેથી તેઓ મેક્સિકોની સરહદ બંધ કરી શકે. ટ્રમ્પ વારંવાર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે. ન્યૂ હેમ્પશાયરમાં એક રેલી દરમિયાન તેણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની વાત કરી હતી. ટ્રમ્પે ન્યૂ હેમ્પશાયરમાં કહ્યું હતું - આપણા દેશ પર હુમલો થઈ રહ્યો છે. જો હું સત્તામાં આવીશ, તો હું યુનાઇટેડ સ્ટેટ્સમાં અત્યાર સુધીના સૌથી મોટા દેશનિકાલ ઓપરેશનને શરૂ કરવા માટે તમામ જરૂરી રાજ્ય, સ્થાનિક, ફેડરલ અને લશ્કરી સત્તાઓનો ઉપયોગ કરીશ.
કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું - અમે સરહદ પર અધિકારીઓને તૈનાત કરીશું. અમે દરેક ગેરકાયદેસર સ્થળાંતરીત વ્યક્તિને શોધી કાઢીશું અને તેમને પાછા મોકલીશું. અમે સરહદ પર દિવાલ બનાવીશું. ગેરકાયદેસર ઇમિગ્રેશન હંમેશા ટ્રમ્પનો ચૂંટણી મુદ્દો રહ્યો છે. ટ્રમ્પે 2016ના ચૂંટણી પ્રચારમાં પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ બીજી વખત રાષ્ટ્રપતિ બનશે તો રશિયા-યુક્રેન યુદ્ધને એક દિવસમાં ખતમ કરી દેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech