રાજકોટ જિલ્લામા રેવન્યુના 47 કોમ્પ્યુટર ઓપરેટરોની બદલી

  • July 01, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા હતા: મંત્રીના આદેશ પછી બદલીઓ


રાજકોટ શહેર અને જિલ્લાના રેવન્યુ વિભાગમાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવાનો આદેશ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કર્યા પછી રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર હરકતમાં આવ્યું છે અને નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરે રાજકોટ શહેર સહિત જિલ્લાના ૪૭ કોમ્પ્યુટર ઓપરેટરની બદલી કરી છે.



કલેકટર તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ બદલીનો બીજો રાઉન્ડ ટૂંક સમયમાં આવી રહ્યો છે અને તેમાં પુરવઠા સહિતના જુદા જુદા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ બદલીની ઝપટમાં આવી જશે.



સૌથી વધુ નોંધપાત્ર બાબતો એ છે કે બદલીના હુકમોની અમલવારી મોડામાં મોડી તારીખ 30 જૂન એટલે કે ગઈકાલ સુધીમાં થઈ જવી જોઈએ તેઓ પણ આદેશ કરાયો છે.


બદલીના આ લીથામાં કોટડા સાંગાણી જામકંડોરણા ધોરાજી ઉપલેટા પડધરી લોધિકા વિછીયા જસદણ જેતપુર ગોંડલ શહીદ તમામ તાલુકાઓ આવરી લેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application