ભાવનગરના સિદસરમાં એક કરૂણ ઘટના બની છે. અહીં સિદસરના બોર તળાવમાં 4 બાળકીઓ ડૂબી જતાં ચારેયના કમકમાટીભર્યો કરૂણ મોત નિપજ્યાં છે. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે આ બાળકીઓ બોર તળાવવામાં નહાવા માટે પડી હતી. પરંતું પાંચમાંથી ચારેયના ડૂબી જવાથી મોત થયા છે. એકની જિંદગી બચાવવામાં સફળતા મળી છે. ત્રણે બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા હતા. બચાવાયેલી બાળકીને સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે.
બાળકીના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયું છે. જેમાં કિંજલબેન મનીષભાઇ ચારોડિયા ઉંમર - 13 વર્ષના ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ રાશીબેન મનીષભાઈ ચરોડિયા ઉંમર - 9 વર્ષ, કોમલબેન મુન્નાભાઈ ચારોડિયા ઉંમર - 13 વર્ષ તથા અર્ચનાબેન હરેશભાઈ ડાભી ઉંમર - 13 વર્ષ તેમજ ધીંગીબેન વિજયભાઈ પરમાર ઉંમર - 8 વર્ષના મોત થયા છે. આ તમામ મફતનગર બોરતળાવ પાછળ દેવી પૂજક વાસના રહેવાસી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech