કુલ ૨૩,૦૦૦ મદરેસાઓમાંથી ૫૦૦૦ને મળી અસ્થાયી માન્યતા : ૮૦ મદરેસાઓને વિદેશમાંથી મળ્યું ૧૦૦ કરોડનું ફંડિંગ
ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર મદરેસાઓની તપાસ કરી રહેલી એસઆઈટીએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. જેમાં લગભગ ૧૩,૦૦૦ ગેરકાયદેસર મદરેસાઓને બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટના આધારે મદરેસા બોર્ડ હવે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. તપાસમાં જે મદરેસા ગેરકાયદેસર જણાયા છે તેમાંથી મોટા ભાગના મદરેસા નેપાળ બોર્ડર પર સ્થિત છે. છેલ્લા બે દાયકામાં ગલ્ફ દેશોમાંથી મળેલા ભંડોળથી આનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. જે ૧૩,૦૦૦ મદરેસાઓને બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે તેમાંથી મોટાભાગની નેપાળ સરહદે મહારાજગંજ, શ્રાવસ્તી, બહરાઇચ સહિત ૭ જિલ્લાઓમાં છે. દરેક સરહદી જિલ્લામાં આવા મદરેસાઓની સંખ્યા ૫૦૦-૫૦૦થી પણ વધુ છે. જ્યારે એસઆઈટીએ આ મદરેસાઓ પાસેથી તેમની આવક અને ખર્ચની વિગતો માંગી તો તેઓ આપી શક્યા નહીં. આ કારણે એવી શંકા છે કે સુનિયોજિત કાવતરાના ભાગરૂપે ટેરર ફંડિંગ માટે એકત્ર કરાયેલા નાણાં હવાલા મારફતે મદરેસાના નિર્માણ માટે મોકલવામાં આવ્યા હતા.
મોટાભાગની મદરેસાઓએ દાનમાં આપેલા ભંડોળથી તેમનું નિર્માણ કર્યું હોવાનો દાવો કર્યો છે. જોકે, તે દાતાઓના નામ જાહેર કરી શક્યા ન હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગેરકાયદેસર રીતે બનેલા આ મદરેસાઓમાં બાળકોનું શારીરિક શોષણ થાય છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ મદરેસાઓને માન્યતા પણ મળી નથી. પ્રમાણપત્ર માન્ય ન હોવાને કારણે, અહીંથી શિક્ષણ મેળવનારાઓને નોકરી મળી શકતી નથી. તપાસ દરમિયાન કુલ ૨૩,૦૦૦ મદરેસાઓમાંથી ૫૦૦૦ને અસ્થાયી માન્યતા મળી હતી. જયારે કેટલાક છેલ્લા ૨૫ વર્ષોમાં માન્યતાના ધોરણોને પૂર્ણ કરવામાં સક્ષમ થયા નથી.
શિક્ષણના અધિકાર અને ધાર્મિક શિક્ષણના પ્રચારના નામે ચાલતી કેટલીક મદરેસાઓએ તેમની માન્યતા રિન્યૂ કરવાનું પણ જરૂરી માન્યું નથી અને તેઓ આડેધડ પોતાના સંકુલો ચલાવી રહ્યા છે. બાકીના પાંચ હજારમાં હાલ કોઈ ગેરરીતિ જોવા મળી નથી. તાજેતરમાં જ એસઆઈટીની તપાસ દરમિયાન એ વાતની પુષ્ટિ થઈ હતી કે સરહદી વિસ્તારોમાં આવેલી ૮૦ મદરેસાઓને વિદેશમાંથી લગભગ ૧૦૦ કરોડ રૂપિયાનું ફંડિંગ મળી રહ્યું છે. આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે એસઆઈટીને તમામ મદરેસાઓની સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech