આ ફિલ્મ પ્રોડ્યુસર પાસેથી આટલું ડ્રગ્સ મળ્યું, ક્લાયન્ટને સપ્લાય કરવા જતા થઇ ધરપકડ

  • June 15, 2023 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર કેપી ચૌધરીની હૈદરાબાદમાં ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી કોકેઈનના 90 પેકેટ મળી આવ્યા છે. કેપી ચૌધરી રજનીકાંતની ફિલ્મ કબાલીના નિર્માતા રહી ચૂક્યા છે.


રજનીકાંતની સુપરહિટ ફિલ્મ કબાલીના નિર્માતા કેપી ચૌધરીની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસે તેની પાસેથી ડ્રગ્સ જપ્ત કર્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. કેપી ચૌધરી હૈદરાબાદમાં રાજેન્દ્રનગર નજીક કિસ્મતપુરમાં પોતાના ઘરેથી નીકળ્યો ત્યારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે પકડ્યો હતો.


પોલીસને કે.પી. ચૌધરી પાસેથી કોકેઈનની 90 પેટીઓ મળી આવી હતી. જેનું વજન 82.75 ગ્રામ હોવાનું કહેવાય છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેપી ચૌધરીએ ગોવાથી ડ્રગ્સના 100 સેચેટ ખરીદ્યા હતા અને પ્લાન્ટ કર્યા હતા, પરંતુ પોલીસે 90 રિકવર કર્યા છે. કેપી જ્યારે તેના ક્લાયન્ટને ડ્રગ્સ સપ્લાય કરવા જઈ રહ્યો હતો ત્યારે પકડાયો હતો. આ કેસમાં કેપી ચૌધરીની હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.


ડ્રગ્સ કેસ પહેલા પણ કેપી ચૌધરી વિવાદોમાં રહ્યા છે. એનઆરઆઈ ચિગુરુપતિ જયરામની હત્યાના કેસમાં કેપી ચૌધરીનું નામ પણ સામે આવ્યું હતું. વર્ષ 2016માં કેપીએ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો અને રજનીકાંતની કબાલીના તેલુગુ સંસ્કરણનું નિર્માણ કર્યું.


આ સિવાય કેપી ચૌધરીએ કેટલીક ફિલ્મોમાં ડિસ્ટ્રીબ્યુટર તરીકે પણ કામ કર્યું હતું. તેમાંથી એક સરદાર ગબ્બર સિંહ અને બીજા હતા સિતમમા વકિતલો સિરીમલ્લે ચેટ્ટુ. આ સિવાય તેઓ તમિલ ફિલ્મ કન્નિટન સાથે પણ જોડાયેલા હતા. જો કે તેને આ ફિલ્મોથી વધારે ફાયદો નથી થયો. કેપી ચૌધરીની ગોવામાં એક ક્લબ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ તેની ક્લબની મુલાકાત લઈ રહ્યા છે.


નોંધનીય છે કે ડ્રગ્સના કેસમાં પહેલા પણ ટોલીવુડ સેલેબ્સના નામ સામે આવતા રહ્યા છે. વર્ષ 2017માં કસ્ટમ અધિકારીઓએ સંગીતકાર કેલ્વિન મસ્કરહાનેસ અને અન્ય બેની 30 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application