દ્વારકાધીશ જગતમંદિરે ઉજવાશે પરંપરાગત તુલસી-વિવાહ મહોત્સવ: ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો: હાલારમાં ઠેર-ઠેર તુલસી પુજન કરીને શેરડી ધરાવી લોકોએ કરી પ્રાર્થના: કેટલાક સ્થળોેએ તુલસીના રોપાનું વિતરણ અને દિવડા પ્રાગટય
આજે દેવઉઠી અગીયારસ નિમિતે તુલસી વિવાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, મંદિરોમાં અન્નકુટ, આરતી, ઘ્વજારોહણ અને ઠાકોરજીને શણગારના કાર્યક્રમો યોજાયા છે, દ્વારકાના જગતમંદિરે પરંપરાગત રીતે સવારથી જ તુલસી વિવાહ ઉજવાઇ રહ્યો છે, ગોપાલજીના સ્વપનો વરઘોડો નિકળશે જેમાં હજારો કૃષ્ણભકતો સામેલ થશે, લોકોએ આજે તુલસીના રોપ પાસે પુજન કરીને શેરડી ધરાવીને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી, કેટલીક સંસ્થાઓ દ્વારા આજે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે, ઘરોમાં દિવડાનો શણગાર પણ કરવામાં આવી રહ્યો છે, દ્વારકાના જગતમંદિરના ગોમતી નદીમાં સ્નાન કરીને કાળીયા ઠાકોરને શીશ ઝુકાવવા હજારો ભકતો આવ્યા છે. જામનગરના કેટલાક મંદિરોમાં વિવિધ શણગાર કરવામાં આવ્યો છે. આજે સાંજે જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં પણ તુલસી કયારે પુજન કરીને ફટાકડા ફોડીને તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવશે.
આજે તા.12.11.2024ને મંગળવાર કારતક સુદ એકાદશીના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાશે. દર વર્ષે આ દિવસે દેવઉઠી એકાદશી અથવા તો દેવપ્રબોધિની એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે.
આ દિવસે ચાતુમર્સિની સમાપ્તિ થાય છે અને અષાઢ સુદ અગિયારસથી સતત ચાર માસ સુધી યોગનિદ્રામાં શયન કરી રહેલાં ભગવાનને જગાડવામાં આવે છે. આથી જ આ દિવસને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. દેવશયનીથી બંધ થયેલ શુભ-માંગલિક કાર્યો દેવઉઠી એકાદશીથી પુન: શરૂ થઈ જાય છે. આ દિવસે શ્રીજી ભગવાનના તુલસીમાતા સાથેના વિવાહના કારતક સુદ અગિયારસના યોજ યોજવામાં આવે છે.
કારતક સુદ નૌમથી તુલસીવાસનું વ્રત કરનાર બારસના દિવસે પારણા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના દરેક સ્વરૂપની ષોડશોપચાર પૂજા કરી શંખ, ઘંટ અને મૃદંગના નાદ સાથે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરાય છે. તુલસીમાતાને સૌભાગ્યવતીનો શણગાર કરી શાલીગ્રામની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે.
આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ધ્રોલ, જોડીયા, ભાણવડ, લાલપુર, ભાટીયા, રાવલ, સલાયા, ફલ્લા અને ઓખા મંડળ વિસ્તારમાં તુલસી વિવાહનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ઠાકોરજીના લગ્ન ક્ષમણી સાથે થતાં તુલસી વિવાહ કહેવામાં આવે છે, આ દિવસે ઇન્દ્રનો ગર્વ ઉતારવા ભગવાન શંકરે જલંધરને ઉત્પન્ન કયર્િ હતાં પણ ઉલ્ટુ થયું જલંધર ભગવાન શંકરનો અંશ હોવાથી તે શકિતશાળી હતો, સમય અને સંજોગને કારણે અશુર ગુ શંકરાચાર્યના કારણે દેવો અને ભગવાન શંકર વિશે ઉલ્ટુ માર્ગદર્શન મળતા એ દેવનો દુશ્મન બની ગયો હતો અને મહાન શકિતશાળી હોવાથી અશુર રાજા બન્યો હતો, તે સંતો અને લોકોને હેરાન-પરેશાન કરવા લાગ્યો આથી દેવો પણ ત્રાહિમામ થઇ ગયા હતાં અને હરી વિષ્ણુ પાસે મદદ માટે આવ્યા હતાં ત્યારે વિષ્ણુ ભગવાને જોયું કે જલંધર શકિતશાળી છે પરંતુ તેની રક્ષા તેની સતીવ્રતા નારી વૃંદાને હીસાબે થઇ રહી છે.
શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વિષ્ણુ જગત કલ્યાણ અને દેવની રક્ષા માટે જલંધર બની વૃંદા પાસે ગયા, ત્યારે યજ્ઞ ચાલું હતો અને લડાઇ થતાં જલંધરનું મસ્તક કપાઇને ત્યાં પડી ગયું હતું, વૃંદાએ ઠાકોરજીને શ્રાપ આપ્યો કે તમે પથ્થર બની જશો, ત્યારબાદ રાધાજીને ખબર પડી કે, તુલસીએ શ્રી હરીના ચરણમાં માફી માંગી છે અને ઠાકોરજીએ કહ્યું કે હું તારા વિના ભોજન ગ્રહણ નહીં ક, ઠાકોરજીના ભોગમાં છપ્પન ભોગ હોય તો પણ તુલસી પત્ર ન હોય તો ઠાકોરજી ભોજન આરોગતા નથી, આ બંનેનું સમાધાન થયું પછી તુલસી શાલીગ્રામ (ઠાકોરજીના લગ્ન) વિધીવત થયા તેને તુલસી વિવાહ કહે છે. આમ આજે હાલારમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી થઇ રહી છે.
ગોપાલજીનો વરઘોડો, રાત્રે મંદિર પરિસરમાં તુલસીવિવાહ, નિજ મંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂપ સાથે તુલસીના વિવાહ
દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના મંદિરોના પૂજારી વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયના જણાવ્યાનુસાર 6.00 વાગ્યે મંદિર પરિસરમાંના રાણીવાસમાં આવેલ ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો જે શહેરના રાજમાર્ગો પર ફરી પુન: રાણીવાસમાં પધાર્યો હતો. રાત્રિના રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાયા હતા. જગતમંદિર પૂજારીના જણાવ્યા મુજબ સાંજે ગૌધુલીક સમયે નિજમંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂપનું શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે લગ્નોત્સવ યોજાયા હતા. આ તકે મોટી સંખ્યામાં ભાવિકો મંદિર પરિસરમાં હાજર રહે છે અને તમામ વિધી અને મંત્રોચ્ચાર વગેરેનો લાભ લે છે. તંત્ર દ્વારા પણ આ માટેની તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech