જુનાગઢ, અમરેલી, ધારી, ગાંધીનગરમાં તોફાની પવન સાથે માવઠું

  • April 27, 2023 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે અમરેલી, ભાવનગર,કચ્છ,અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના અને શહેરોમાં માવઠાની ચેતવણી




સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કાલે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. પરંતુ બપોરે તોફાની પવન અને કરા સાથે અનેક જગ્યાએ માવઠું થયું છે. જૂનાગઢમાં ધોધમાર અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો ગાંધીનગરમાં પણ ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીમાં કરા સાથે વરસાદ પડ્યો છે. મહેસાણા અમરેલીમાં પણ માવઠું થયાના અહેવાલો મળી રહ્યા છે. મહેસાણાના જોટાણામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.



આજે સવારે અમદાવાદ અને વડોદરાના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. સવારથી જ આકાશમાં ભેજવાળા વાદળો છવાયા છે અને સૂર્યનારાયણના પણ દર્શન થયા નથી. રાજકોટ ભુજ વેરાવળમાં ભેજનું પ્રમાણ 85 થી 91 ટકા જેટલું થઈ ગયું છે અમરેલી ભાવનગર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને વલસાડમાં પણ આજે માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ પહેલી મે સુધી માવઠાનો માહોલ રહેશે અને બનાસકાંઠા સાબરકાંઠા નર્મદા તાપી પાટણ ડાંગ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ જામનગર પોરબંદર કચ્છ અમદાવાદ ગાંધીનગર ભરૂચ મહેસાણા સુરત વડોદરા બોટાદ મોરબી સુરેન્દ્રનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની પ્રબળ સંભાવના ઊભી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application