માંગરોળ સિરામિકના ગોડાઉનમાંથી ૧૩.૩૦ લાખના વિદેશી દારૂ સાથે ત્રણ બુટલેગર ઝડપાયા

  • December 11, 2023 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ એલસીબીએ માંગરોળના મનખેત્રા નજીક સિરામિક ના ગોડાઉનમાં દરોડો પાડી ૧૩.૩૦ લાખના  ૮૨૯૨ વિદેશી દારૂની બોટલ વાહન અને મોબાઈલ મળી ૨૯.૩૮ લાખના મુદ્દામાલ સાથે ત્રણ બુટલેગરોને ઝડપી લીધા હતા જ્યારે પૂછપરછ દરમિયાન વધુ છ શખ્સો ના નામ ખુલ્યા હતા. 


જૂનાગઢના ગાંધીગ્રામ માં રહેતા રવિ હમીર ભરાઈ, દેશુર જેસા કરમટા, મેરા પરબત શામળા એ ભાગીદારીમાં દારૂનો જથ્થો મંગાવી માનખેત્રા ગામ પાસે આવેલ પિયુષ હરી ખેરના સીરામીક હબના ગોડાઉનમાં દારૂનું કટીંગ કરવાની તૈયારીમાં હતા ત્યારે એલ સી બી એ દરોડો પાડી ૧૩.૩૦ લાખના  ૮૨૯૨ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. ત્રણ બુટલેગરો ઉપરાંત પોલીસે મેટાડોર, જીપ, ચાર મોબાઈલ  મળી ૨૯.૩૮ લાખનો મુદ્દા માલ કબજે કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં દેવરાજ ઉર્ફે હેમકુ રાડા, દેશુર જેસા કરમટા, મેરા પર્વત શામળા, રાજુ ખેતા કરમટા, મના કારા કટારા અને રામા ચોપડાનું નામ ખુલ્યું હતું પોલીસે છ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application