કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં ઉપસરપંચ પર થયેલ હત્યાના પ્રયાસના કેસમાં ત્રણ આરોપીઓ જામીન મુકત

  • January 06, 2025 08:28 PM 

@કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં ઉપસરપંચ પર થયેલ હત્યાના પ્રયાસના કેસમાં ત્રણ આરોપીઓને જામીન મુકત કરતી જામનગર સેસન્સ કોર્ટ


આ કેશની ટુકી વીગત એમ છે કે તા. ૨૮/૧૨/૨૦૨૪ ના રોજ ફરીયાદી શીશાંગ ગામના ઉપસરંપચ હોય રાત્રીના બારેક વાગ્યાની આસપાસ તેમને મળેલ માહીતી મુજબ ગ્રામપંચાયત ની ઓફીસ પાસે ચાર ઈસમો છે અને તેઓ ત્યાં ગાડીના ટાયર કાઢે છે તેવી માહીતી મળતા ફરીયાદી ત્યાં ગયેલ તો તેવામાં ત્યાં શીશાંગ ગામના ત્રણ યુવાનો અને એક અજાણ્યા ઈસમ સહીત કુલ ચાર વ્યકતીઓ હાજર હોય અને ગાડીના કાગળીયા માંગતા તે અંગે વીવાદ થતા અજાણ્યા ઈસમ દવારા ફરીયાદીને છરી મારેલ હતી.


જયારે બાકીના આરોપીઓ એ ફરીયાદીને ઢીકા પાટુનો માર મારેલ જે બાબતની ફરીયાદ કાલાવડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા આરોપીઓ રોહીત દીનેશભાઈ પરમાર તથા ચીરાગ જન્તીભાઈ પરમાર તથા હિતેષભાઈ મનજીભાઈ પરમાર તથા એક અજાણ્યા વ્યકતી એમ કુલ ચાર ઈસમો સામે ફરીયાદ આપતા આરોપીઓ સામે બી.એન.એસ ની કલમ ૧૦૯(૧) ,૧૧૫(૨), ૧૧૮(૧), ૩પર તથા ૫૪ તથા જી.પી. એકટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવેલ અને ચારેય આરોપીઓ ને અટક કરવામાં આવ્યા હતા.


આ કામના આરોપીઓ એ તેમના વકીલ અશોક એચ.જોશી મારફત જામનગર સેસન્સ કોર્ટમાં જામની મુક્ત થવા અરજી કરતા બંન્ને પક્ષોની દલીલો સાંભળી ચાર આરોપીઓ પૈકી ૩ આરોપીઓ રોહીત દીનેશભાઈ પરમાર તથા ચીરાગ જન્તીભાઈ પરમાર તથા હીતેષભાઈ મનજીભાઈ પરમાર ને જામીન અરજી મંજુર કરી અને જામની મુકત કરવા હુકમ કરવામાં આવેલ છે


હાલના કેસમાં આરોપીઓના વકીલ તરીકે અશોક એચ.જોશી રોકાયેલા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application