બોલીવુડના આ મેગાસ્ટાર હોસ્ટ કરશે 'બિગ બોસ ઓટીટી 3', પ્રોમોમાં છુપાયેલ છે 'સ્પેશિયલ' સસ્પેન્સ

  • May 31, 2024 11:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'બિગ બોસ ઓટીટી સીઝન 3' ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. જોકે, આ વખતે સલમાન ખાન આ શોને હોસ્ટ કરશે નહીં. તેની જગ્યાએ અનિલ કપૂર હોસ્ટ કરશે તેવા સમાચાર હતા. જો કે, આજે આ વિવાદાસ્પદ રિયાલિટી શોનો પહેલો પ્રોમો વિડિયો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં આ વખતે શો હોસ્ટ કોણ કરવા જઈ રહ્યું છે તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. અનિલ કપૂર 'બિગ બોસ OTT 3'ના નવો હોસ્ટ છે. તેણે દર્શકોને ખાતરી આપી છે કે આ સિઝન ખૂબ જ 'સ્પેશિયલ' બનવાની છે. મેકર્સે સોશિયલ મીડિયા પર ઝક્કાસનો પહેલો પ્રોમો શેર કર્યો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.


વીડિયોની શરૂઆત સ્પર્ધકો વચ્ચેની લડાઈથી થાય છે અને પછી અચાનક એક વ્યક્તિ રૂમમાં પ્રવેશતો જોવા મળે છે. પ્રોમોમાં વ્યક્તિનો ચહેરો દેખાડવામાં આવ્યો નથી, પરંતુ અવાજ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ અનિલ કપૂર છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


જિયો સિનેમા પર વીડિયો શેર કરતી વખતે, 'બિગ બોસ ઓટીટી 3'ના નિર્માતાઓએ લખ્યું, 'બિગ બોસ ઓટીટીની નવી સીઝન માટે નવા હોસ્ટ! અને બિગ બોસની જેમ તેમનો  અવાજ પૂરતો છે. પ્રોમો એકદમ સસ્પેન્સફુલ છે. રિયાલિટી શો જૂનથી શરૂ થશે, પરંતુ શોની તારીખ હજુ સુધી શેર કરવામાં આવી નથી. રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે એપ્રિલમાં બિગ બોસ પ્રોડક્શન હાઉસ એન્ડેમોલ શાઈન ઈન્ડિયાએ તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 'બિગ બોસ OTT 3'ની જાહેરાત કરી હતી.

દિવ્યા અગ્રવાલ 'બિગ બોસ OTT 1' ની વિનર બની હતી અને આ સીઝન કરણ જોહરે હોસ્ટ કરી હતી. જ્યારે 'બિગ બોસ ઓટીટી 2' સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી અને આ સીઝન એલ્વિશ યાદવે જીતી હતી. હવે અનિલ કપૂર 'બિગ બોસ ઓટીટી 3' હોસ્ટ કરવા જઈ રહ્યો છે, પરંતુ આ શોના સ્પર્ધકો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application