પોતાના રિસર્ચ માટે આખી રાત ખતરનાક જીવજંતુઓ વચ્ચે સુવે છે આ શખ્સ 

  • May 21, 2024 09:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવસભર બે પૈસા માટે કામ કર્યા બાદ દરેક વ્યક્તિ રાત્રે સારી અને શાંતિપૂર્ણ ઊંઘ મેળવવા માંગે છે. આ જ કારણ છે કે લોકો તેમની ઊંઘની વ્યવસ્થાને લઈને ખૂબ જ સભાન હોય છે. ખાસ કરીને સારી પથારી હોવી જરૂરી છે અને તેમાં કોઈ જીવજંતુ ન હોવા જોઈએ. જો કે, આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે બેડ બગ્સની વચ્ચે સૂઈ જાય છે.


સામાન્ય રીતે પથારી પર એક પણ જીવ જંતુ હોય તો લોકોની રાતની ઊંઘ હરામ થઈ જાય છે, પરંતુ એક વ્યક્તિ એવી છે જે જાણીજોઈને આ બેડબગ્સની વચ્ચે સૂઈ જાય છે. તેનો દાવો છે કે આ તેની મજબૂરી નથી પરંતુ તેનું કામ છે. તે એક સંશોધક છે, જે જંતુઓથી બચાવવા માટે દવાઓ બનાવે છે.


અહેવાલ મુજબ, ડો. રિચર્ડ નેલર નામના સંશોધક છેલ્લા 20 વર્ષથી જંતુઓને દૂર કરવાની દવાઓ પર કામ કરી રહ્યા છે. આ કામના ભાગરૂપે, તેઓ એક પલંગ પર સૂઈ જાય છે જેમાં ડઝનેક લોહી ચૂસતા  બેડબગ્સ હોય છે. ડૉ. નેલરના જણાવ્યા અનુસાર, બેડબગ્સનો અભ્યાસ કરવો સરળ નથી. આ માટે બનાવેલા ટેસ્ટ બેડરૂમમાં સામાન્ય પથારીની જેમ લાકડાના બેડ હોય છે, જેમાં બેડબગ હોય છે. ડૉ. નેલર પોતે અઠવાડિયામાં એકવાર તેમના પર સૂઈ જાય છે જેથી કરીને આ બેડબગ્સનું વર્તન જોઈ શકાય. તેનો વીડિયો બનાવવામાં આવ્યો છે જેથી તેમની ગતિવિધિઓ અને તેમના એક્ઝિટ પોઈન્ટને સમજી શકાય.


ડૉ. નેલર તેની પત્ની એલેક્સિયા સાથે સિમેક્સ સ્ટોર અને ધ બેડ બગ ફાઉન્ડેશન સીઆઇસી નામની કંપની ચલાવે છે. તેમના અત્યાર સુધીના રિસર્ચ અનુસાર, એક્વાડોર પાસે જોવા મળતો બેડ બગ સિમેક્સ હેમિપ્ટેરસ સૌથી ખતરનાક છે, જેના પર દવાઓની પણ કોઈ અસર થતી નથી. એટલું જ નહીં, નિષ્ણાતોનું કહેવું છે કે આના દ્વારા માણસોમાં ખતરનાક બીમારીઓ પણ ફેલાઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application