પોતાના વિવાદિત નિયમોના કારણે સતત વિવાદોમાં રહેતા ડીએમકે નેતા એ રાજા ફરી એકવાર ચર્ચામાં છે. આ મામલો ભારત અને સનાતન ધર્મ અંગેના તેમના વિવાદાસ્પદ નિવેદનનો છે. એ રાજાએ તેમના તાજેતરના એક નિવેદનમાં કહ્યું, “ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહી. આ વાત સારી રીતે સમજો. ભારત એક રાષ્ટ્ર નથી, પણ એક ઉપખંડ છે.”
રાજાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ૪ માર્ચે, સુપ્રીમ કોર્ટે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનને તેમના સનાતન વિરોધી વક્તવ્ય માટે ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તેમને તેમના નિવેદનના પરિણામો જાણવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે "તમે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે અને હવે તમે રાહત માંગી રહ્યા છો. તમે સામાન્ય માણસ નથી, તમે રાજકારણી છો."
ડીએમકે નેતા એ રાજા વીડિયોમાં કહેતા જોવા મળે છે કે, “જો તમે કહેતા હોય કે તમારા ભગવાન અને ભારત માતા કી જય છે, તો અમે તે ભગવાન અને ભારત માતાને ક્યારેય સ્વીકારીશું નહીં. અમે બધા રામના દુશ્મન છીએ.” તેમણે કહ્યું કે હું રામાયણ અને ભગવાન રામમાં વિશ્વાસ નથી રાખતો. આટલું જ નહી તેમણે ભગવાન હનુમાનની તુલના વાનર સાથે કરી અને 'જય શ્રી રામ'ના નારાને ઘૃણાસ્પદ ગણાવ્યો.
પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, ભારત ક્યારેય એક રાષ્ટ્ર નહોતું. એક રાષ્ટ્ર એટલે એક ભાષા, એક પરંપરા અને એક સંસ્કૃતિ. તો જ તે રાષ્ટ્ર બને છે. ભારત એક રાષ્ટ્ર નથી, પણ એક ઉપખંડ છે. ભારતને ઉપમહાદ્વીપ કહેવાનું કારણ સમજાવતાં તેમણે કહ્યું કે, અહીં તમિલ એક રાષ્ટ્ર અને એક દેશ છે. મલયાલમ એક ભાષા, એક રાષ્ટ્ર અને એક દેશ છે. ઉડિયા એક રાષ્ટ્ર, એક ભાષા અને એક દેશ છે. જો આ બધા રાષ્ટ્રો મળીને ભારત બનાવે તો ભારત દેશ નથી, આ એક ઉપખંડ છે.
એ રાજાએ આગળ કહ્યું, “આપણી ઘણી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે, તમિલનાડુમાં આવો તો ત્યાંની સંસ્કૃતિ છે, કેરળમાં બીજી સંસ્કૃતિ છે, દિલ્હીમાં અલગ સંસ્કૃતિ છે અને ઉડિયામાં પણ અલગ સંસ્કૃતિ છે. તે જ રીતે, કાશ્મીરમાં પણ એક સંસ્કૃતિ છે. તેનો સ્વીકાર કરો. મણિપુરમાં લોકો કૂતરાનું માંસ ખાય છે, આ હકીકત સ્વીકારો. જો કોઈ સમુદાય બીફ ખાય તો તમને શું સમસ્યા છે? શું તેઓએ તમને ખાવાનું કહ્યું? તેથી, વિવિધતામાં એકતા હોવા છતાં, આપણી વચ્ચે તફાવતો છે, તેનો સ્વીકાર કરો.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech