રૈયા રોડ પર નેહરૂનગરમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ, નણંદ, જેઠ, માસાજી સસરા, માસીજી સાસુ સહિતનાઓ સામે શારીરિક- માનસિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જસ્મીનબેન ઉર્ફે મહેકબેન (ઉ.વ 22) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નેહરૂનગરમાં આઝાદ ચોક પાસે શેરી નંબર-1 માં રહેતા પતિ અલ્તાફ યાસીનભાઈ આમદાણી, સાસુ મુમતાઝબેન, નણંદ શબાના, જેઠ અક્રમ માસાજી સસરા અબ્દુલભાઈ આમદાણી, માસીજી સાસુ નસીમબેનના નામ આપ્યા છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન તારીખ 25/1/2024 ના અલતાફ આમદાણી સાથે થયા હતા અને છેલ્લા એક માસથી તે અહીં માવતરના ઘરે રિસામણે છે. લગ્નના ત્રણ મહિના બાદ જ પતિ સહિતના સાસરિયાઓ નાની નાની વાતમાં બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા.
સાસુ કહેતા કે તને કાંઈ બનાવતા આવડતું નથી જ્યારે ઘરનું કામ કરે ત્યારે કહેતા તારી મા એ તને કંઈ શીખવ્યું નથી. નણંદ પણ અપશબ્દ બોલતી તેમજ પતિની ચડામણી કરતી તેમજ ક્યારેક હાથ પણ ઉપાડી લેતા હતા. જેઠ યાસીન અવારનવાર કહેતો હતો કે, ઘરના બધા કામ તારે જ કરવાના છે તને કામ કરવા માટે જ લઈ આવ્યા છીએ. પતિ વિશે કંઈ પૂછે તો કહેતા તારે પંચાત નહીં કરવાની તેમ કઈ રૂમની બહાર કાઢી મુકતા હતા.
પતિ કહેતો કે તમે ગરીબ છો તેમ કહી પરિણીતાએ તેના મમ્મીને મળવા જવા દેતો ન હતો. પિયરમાં પ્રસંગમાં પણ જવા દેતા નહીં. માસીજી સાસુ અને માસાજી સસરા પાડોશમાં જ રહેતા હોય તે પણ અહીં ઘરે આવી પરિણીતા વિરુદ્ધ ચડામણી કરતા હતા. જેથી અંતે પરિણીતાએ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
ધરમનગરમાં પતિએ પત્નીને લાફો મારી કાનનો પડદો ફાડી નાખ્યો
કોઠારીયા મેઇન રોડ પર પીરવાળી પાસે ધરમનગર-2 માં રહેતા રીંકુબેન (ઉ.વ 36) નામની પરિણીતાએ પતિ પૃથ્વીરાજસિંહ નટુભા જાડેજા વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના લગ્ન 15 વર્ષ પૂર્વે પૃથ્વીરાજસિંહ સાથે થયા હતા. જે લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. છેલ્લા ત્રણેક મહિનાથી પતિ સામાન્ય બાબતમાં ઝઘડો કરતો હોય અને ઝાપટ પણ મારી દેતો હતો તેમજ ધક્કો મારી પછાડી પણ દીધી હતી. પતિએ લાફો મારતા કાનમાં અસહ્ય દુખાવો થતો હોય સારવાર કરાવતા કાનના પડદામાં તકલીફ થઈ હોય તેવું જણાય આવ્યું હતું જે અંગેની દવા પણ આપી હતી. ત્યારબાદ પણ પતિ અવારનવાર પૈસા બાબતે ઝઘડો કરી ત્રાસ આપતો હોય પતિ ઘર ખર્ચ માટે એક પણ રૂપિયો આપતો ન હોય. ગત તા.7/1 ના સવારે પરિણીતા ઘરે હતી ત્યારે પતિએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિ દારૂ પી વારંવાર આવું કરતો હોય અને ધમકી આપતો હોય જેથી અંતે પરિણીતાએ પતિ વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ઇન્દિરા કોલોનીમાં સર્વજન દલિત સમાજની જગ્યાનો ઉકેલ કરવા મનપા મેયરને રજૂઆત
January 10, 2025 05:53 PMફ્લાઈટમાં ટ્રેન જેવો માહોલ, પેસેન્જરે ટ્રેનના ચા વિક્રેતાની જેમ પ્લેનમાં ચા પીરસી
January 10, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech