વડા પ્રધાન મોદી સહિતના આ દિગ્ગજો આવતીકાલે આવશે ગુજરાત, કરશે મતદાન

  • May 06, 2024 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ગુજરાત સહિત ૧૧ રાજ્યોની ૯૩ બેઠકો માટે મંગળવારે મતદાન થનાર છે. સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધીમાં વડાપ્રધાન સહિતના નેતાઓ જુદી જુદી જગ્યાએથી મતદાન કરશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો મંગળવારે મતદાન કરશે. નરેન્દ્ર મોદીએ  ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતમાં આવીને ૨ દિવસના પ્રવાસમાં ૧૪ થી વધારે લોકસભા અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. ગજવીને દિલ્હી ગયેલા વડાપ્રધાન ફરી મંગળવારે સવારે મતદાન કરવા માટે અમદાવાદ આવશે. ગાંધીનગરના ભાજપના ઉમેદવાર અમિત શાહ માટે અનેક નેતાઓ ગુજરાતમાં મતદાન કરશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક નેતાઓ મતદાન કરશે.


વડાપ્રધાન મોદી મતદાન કરવા માટે આજે જ ગુજરાત આવી જશે. તેમનું નામ મતદાન મથકની યાદીમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં આવેલ છે ત્યાંથી તેઓ અમિત શાહ માટે મતદાન કરશે. મતદાન કરીને તેઓ સીધા અન્ય રાજયના ચૂંટણી પ્રવાસે જશે.


કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ મતદાન કરી અન્ય રાજ્યના પ્રચાર પ્રવાસે નીકળી જશે. તેઓ નારણપુરા અંકુર વિસ્તારમાં  આવેલા મતદાન મથક પર સવારે ૧૦:૦૦ વાગ્યે મતદાન કરશે.
​​​​​​​

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બંને શીલજ ગામે જઈ મતદાન કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા પોતાના વતન હણોલમાં જઈ મતદાન કરશે. પોરબંદરના ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરથી જ મતદાન કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી મતદાન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application