દુનિયાના 5 દેશોમાં બેઠેલા ખાલિસ્તાની ટાઈગર ફોર્સ (KTF)ના 5 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટના આધારે ગૃહ મંત્રાલયે NIA દ્વારા તપાસના આદેશ આપ્યા છે. આ પછી તરત જ NIAએ કેસ નોંધ્યો અને મામલાની તપાસ શરૂ કરી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુએઈમાં રહેતો બલજીત સિંહ ઉર્ફે બલજીત મૌર, ઓસ્ટ્રેલિયામાં રહેતો ગુરજંત સિંહ, કેનેડામાં રહેતો પ્રિન્સ ચૌહાણ, અમેરિકામાં રહેતો અમન પુરેવાલ અને પાકિસ્તાનનો બિલાલ મંશેર આ કેસમાં મુખ્ય કાવતરાખોર છે. આ પાંચ આરોપીઓ ગેરકાયદેસર સંગઠન ખાલિસ્તાની ટાઈગર ફોર્સ (KTF) સાથે સંકળાયેલા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાંચેય ખાલિસ્તાની આતંકવાદી કમલજીત શર્માના સંપર્કમાં હતા, જે પંજાબની પટિયાલા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે. કમલજીત શર્મા આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપવાના ઈરાદાથી જેલમાં બંધ કેદીઓને KTF માટે ભરતી કરવાનું કામ કરે છે. NIAના અન્ય 3 કેસમાં કમલજીત વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે. આ બધા મળીને પંજાબમાં ખાલિસ્તાની નેટવર્કને મજબૂત કરવા, હથિયારો અને ડ્રગ્સની દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં પડાવવા અને ટાર્ગેટ કિલિંગ દ્વારા પંજાબમાં ભયનું વાતાવરણ ઊભું કરવાનું કામ કરી રહ્યા હતા.
ગુપ્તચર એજન્સી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ નેટવર્ક 'બંબીહા ગેંગ' સાથે પણ જોડાયેલું છે જે પંજાબમાં KTFના નવા સભ્યોને પૈસા અને હથિયારો આપી રહી છે. હવાલા નેટવર્ક અને એમટીએસએસ પ્લેટફોર્મ દ્વારા ખંડણીના નાણાં દેશની બહાર મોકલવામાં આવતા હતા અને પછી તેનો ઉપયોગ ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે કરવામાં આવતો હતો. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે હવાલા માર્ગ દ્વારા પંજાબથી 5 દેશો યુએઈ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને પાકિસ્તાનમાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે અને આ પૈસા એક જ આતંકવાદી સંગઠન KTFના અલગ-અલગ આતંકવાદીઓ સુધી પહોંચી રહ્યા છે. હાલ NIA સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech