મેઘરાજાએ જામવંથલીમાં ગઇકાલે વિજળીના ભારે કડાકા-ભડાકા વચ્ચ્ે અનરાધાર સવા પાંચ ઇંચ વરસાદ વરસાવતા ચારેકોર પાણી-પાણી થઇ ગયું હતું, વંથલીના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. મોટી ભલસાણ, ફલ્લા, અલીયાબાડામાં ૪, મોટી બાણુંગાર અને જામનગરમાં સાડા ત્રણ, ધ્રોલમાં ૨, કાલાવડ અને ભાણવડમાં એક-એક ઇંચ વરસાદ થયો છે, સાત ડેમ છલકાઇ ગયા છે અને સસોઇ ડેમ છલકાવાની તૈયારીમાં છે ત્યારે દેવભુમી દ્વારકા જીલ્લામાં આજે રેડએલર્ટ હોય વહિવટી તંત્ર એલર્ટ બન્યું છે.
જામવંથલીથી અમારા પ્રતિનિધી જણાવે છે, ગઇકાલે વિજળીના ભારે કડાકા ભડાકા વચ્ચે વણદેવે શાનદાર બેટીંગ કરી હતી અને સાંજ સુધીમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસાવ્યો હતો, આજુબાજુના ગામડાઓમાં પણ ભારે વરસાદ થયાના અહેવાલો મળ્યા છે, અત્યાર સુધીમાં જામવંથલીનો કુલ વરસાદ સૌથી વધુ ૧૩૨૫ મીમી થઇ ગયો છે, જામવંથલીમાં ગઇકાલે ભારે વરસાદ થતા આ વિસ્તારના ચેકડેમો છલકાઇ ગયા છે અને કલાકો સુધી વિજળી રાણી ગુલ થઇ ગઇ હતી.
ફલ્લાથી અમારા પ્રતિનિધી જણાવે છે કે ગઇકાલે મુશળધાર વરસાદ વરસતા કંકાવટી ડેમ છલકાઇ ગયો છે અને વધુ ચાર ઇંચ વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૮૨૩ મીમી થયો છે, જયારે મોટી બાણુંગારમાં પણ ચાર ઇંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં બે ફુટ પાણી ભરાયા હતા, અલીયાબાડામાં ગઇકાલે આખો દિવસ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરીને ફરીથી ચાર ઇંચ વરસાદ વરસાવતા મોસમનો કુલ વરસાદ ૯૮૦ મીમી થયો છે.
જામનગરમાં ૨૪ કલાક દરમ્યાન કુલ ૮૨ મીમી વરસાદ થતા અત્યાર સુધીનો કુલ વરસાદ ૧૩૨૦ મીમી થયો છે, આજે સવારે પણ શહેરમાં હળવા ઝાપટા પડયા હતા અને ટકાવારીની દ્રષ્ટીએ ૧૬૯.૨૩ ટકા વરસાદ થયો છે, જોડીયામાં ગઇકાલે ૩૨ મીમી વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૭૪૯ મીમી થયો છે, જેની ટકાવારી ૧૧૧.૨૯ છે. જોડીયા તાલુકાના ગામડાઓની વાત લઇએ તો હડીયાણામાં ૫૦ મીમી, બાલંભા ૧૦, પીઠડ ૬૫ મીમી વરસાદ પડયો છે.
ધ્રોલ શહેરમાં ગઇકાલે દિવસ દરમ્યાન વધુ બે ઇંચ વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે, આજુબાજુના પંથકમાં બે થી અઢી ઇંચ વરસાદ થયાના અહેવાલો જાણવા મળે છે. મોસમનો કુલ વરસાદ ૮૦૩ મીમી એટલે કે ૧૨૮.૦૭ ટકા નોંધાયો છે. જયારે લતીપુર ૭૨, જાલીયા દેવાણી ૩૩ અને લૈયારામાં ૨૪ મીમી વરસાદ પડયો છે.
કાલાવડની વાત લઇએ તો ગઇકાલે દિવસ દરમ્યાન ૨૮ મીમી વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૮૬૧ મીમી એટલે કે ૧૨૬.૬ ટકા થયો છે, કાલાવડ તાલુકાના નિકાવામાં ૪૫, ખરેડી ૧૦, મોટાવડાળા ૫, ભલસાણ બેરાજા ૩૮, નવાગામ ૧૫ અને મોટાપાંચ દેવડા ૨૪ મીમી વરસાદ પડયો છે.
અનુ. પાના નં. ૬ પર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech