ઓફીસ આવવા-જવામાં કેટલીય મુશ્કેલીઓ આવે છે. ક્યારેક બસમાં અડચણનો સામનો કરવો પડે છે તો ક્યારેક મેટ્રોમાં ઊભા રહીને આખો પ્રવાસ કરવો પડે છે. જેની પાસે અંગત વાહનો છે તેમના માટે તે સારું છે. તેઓ આરામથી ઑફિસે આવે-જાય છે, પરંતુ ઑટો, બસ અથવા મેટ્રો દ્વારા મુસાફરી કરનારાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ આજકાલ એક વ્યક્તિ સમાચારમાં છે જે બસ અથવા મેટ્રો દ્વારા નહીં પરંતુ ફ્લાઈટમાં ઑફિસ આવે છે. હા, આ બિલકુલ સાચું છે.
આ વ્યક્તિનું નામ સેબ છે. તે જર્મનીનો રહેવાસી છે, પરંતુ બ્રિટનમાં કામ કરે છે. તે ટિકટોકર પણ છે. સેબ દરરોજ હેમ્બર્ગ, જર્મનીથી કેનેરી વ્હાર્ફ, લંડન જાય છે અને તેને ટિકટોક પર શેર કરે છે. આ મુસાફરી લગભગ પાંચ કલાકની હોય છે. જ્યારે લોકો તેને પૂછે છે કે તે આવું કેમ કરે છે, એટલે કે તે દરરોજ ફ્લાઈટમાં હેમ્બર્ગથી લંડન કેમ જાય છે, તો જવાબમાં તે જે કહે છે તે સાંભળીને લોકો ચોંકી જાય છે.
ફ્લાઈટમાં મુસાફરી કરવાનું કારણ ગર્લફ્રેન્ડ છે
જો કે લંડનમાં રહેવું ઘણું મોંઘું છે અને એપલની ઓફિસ લંડનમાં જ છે, પરંતુ તે કહે છે કે તે પૈસા બચાવવા માટે દરરોજ ફ્લાઈટ દ્વારા ઓફિસમાં આવતો-જતો નથી, પરંતુ તે તેની ગર્લફ્રેન્ડને કારણે આવે-જાય છે, જે હેમ્બર્ગમાં રહે છે. ટિકટોક પર શેર કરેલા તેના એક વીડિયોમાં સેબે જણાવ્યું છે કે કેવી રીતે તે સાંજે 5 વાગ્યે કેનેરી વ્હાર્ફમાં તેની ઓફિસથી નીકળ્યો હતો અને બે ટ્રેન લઈને એક કલાક પછી હીથ્રો એરપોર્ટ પહોંચ્યો હતો. પછી તેની ફ્લાઇટ રવાના થાય તેના એક કલાક પહેલા તે જમેં છે અને પછી તેની ફ્લાઇટમાં ચઢે છે.
ઓફિસ જવા માટે બે દેશોનો પ્રવાસ કરવો પડે છે
સેબ જણાવે છે કે ફ્લાઈટ પકડતા પહેલા તેણે કુલ ચાર ટ્રેનમાં અને પછી ફ્લાઈટમાં મુસાફરી કરવી પડે છે. જો કે તે એમ પણ કહે છે કે તેણે મહિનામાં ચાર દિવસ લંડનમાં રહેવું પડે છે, પરંતુ તે સિવાય તે ઓફિસ જવા માટે દરરોજ જર્મની અને બ્રિટન વચ્ચે પ્રવાસ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech