2.9 લાખ કરોડના ખર્ચે અહીં થશે દુનિયાના સૌથી મોટા એરપોર્ટનું નિર્માણ

  • April 29, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. તેનું નામ અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે. રવિવારે દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ-મકતુમે નવા પેસેન્જર ટર્મિનલને મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે દુબઈમાં વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે. તે વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસિત થશે. એરપોર્ટ બનાવવા માટે લગભગ 35 બિલિયન ડોલર એટલે કે લગભગ 2.9 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ એરપોર્ટ પર પાંચ સમાંતર રનવે હશે. આ સિવાય 400 એરક્રાફ્ટ ગેટ હશે. એરપોર્ટની ક્ષમતા વાર્ષિક 26 કરોડ લોકોની હશે.

શેખ મોહમ્મદ બિન રશીદ અલ-મકતુમે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નવો પ્રોજેક્ટ "અમારા બાળકો અને તેમના બાળકો માટે સતત અને સ્થિર વિકાસની ખાતરી કરશે."


દુબઈ એરપોર્ટ સંબંધિત પાંચ બાબતો મહત્વપૂર્ણ છે

અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ દર વર્ષે 260 મિલિયન મુસાફરો સાથે વિશ્વનું સૌથી મોટું ક્ષમતાનું એરપોર્ટ હશે.

આગામી વર્ષોમાં તમામ કામગીરી દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી થશે. જે હાલના એરપોર્ટના કદ કરતા પાંચ ગણું હશે.

એરપોર્ટ પર 400 એરક્રાફ્ટ ગેટ અને પાંચ સમાંતર રનવે હશે. નવી એવિએશન ટેક્નોલોજી દુબઈમાં પહેલીવાર જોવા મળશે.

દુબઈ દક્ષિણમાં એરપોર્ટની આસપાસ આખું શહેર બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટ સાથે 10 લાખ લોકોના આવાસ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થશે.
​​​​​​​

દુબઈ એરપોર્ટની ગણતરી વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં થાય છે. 2022 માં, આ એરપોર્ટનો ઉપયોગ 66 મિલિયન મુસાફરો દ્વારા કરવામાં આવ્યો હતો. દુબઈ મીડિયા ઓફિસે જણાવ્યું હતું કે આ નિર્ણય વિશ્વ મંચ પર અગ્રણી એવિએશન હબ તરીકે દુબઈની સ્થિતિને વધુ મજબૂત કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application