પ્રેમ અને કોમેડી પર બેસ્ડ ફિલ્મ ‘કહાં શુરુ કહાં ખતમ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ છવાઇ ગયુ છે. આ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ જોવા મળી રહ્યાં છે. ધ્વનિ ભાનુશાલી અને આશિમ ગુલાટીની સાથે આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે જે સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે તૈયાર છે. લક્ષ્મણ ઉટેકર દ્રારા નિર્મિત અને સૌરભ દાસગુપ્તા દ્રારા નિર્દેશિત આ ફિલ્મ એક કપલનાં પરિવાર અને એનાં લગ્નની આસપાસ ફરે છે. ફિલ્મનું ટ્રેલર સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યું છે. ફિલ્મમાં કોમેડી ડ્રામાનો ભરપૂર ડોઝ જોવા મળી રહ્યો છે.
રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘કહાં શુરુ કહાં ખતમ’માં દર્શક ધ્વનિ ભાનુશાલી અને આશિમ ગુલાટીને એકસાથે સ્ક્રીન પર જોવા માટે સુપર એક્સાઇટેડ છે. ધ્વનિ ભાનુશાલીને સ્ક્રીન પર નવા લુકમાં જોવા માટે ફેન્સ તૈયાર છે. ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. ધમાકેદાર સોન્ગ પછી એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી રહી છે. ‘કહાં શુરુ કહાં ખતમ’ સિનેમાઘરોમાં 20 સપ્ટેમ્બર 2024નાં રોજ રિલીઝ થશે.
‘કહાં શુરુ કહાં ખતમ’ની કહાની લગ્ન અને પ્રેમ પર આધારિત છે. ફિલ્મનાં ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે, ધ્વનિને મંડપમાંથી ભાગતી દુલ્હન અને આશિમ ગુલાટીને લગ્ન તોડનારનાં રૂપમાં જોવા મળી રહ્યો છે. કહાની ત્યારે રસપ્રદ બને છે ત્યારે આશિમનાં ઘરનાં લોકો ધ્વનિને વહુ માને છે અને ફરીથી પરિવારની સામે લગ્ન કરવા માટે કહે છે. ત્યારબાદ એમની એરેન્જ્ડ એક્સીડેન્ટલ લવ સ્ટોરી શરૂ થાય છે. ફિલ્મની કહાની બહુ રસપ્રદ છે.
ધ્વનિ ભાનુશાલી અને આશિમ ગુલાટી સિવાય ફિલ્મમાં સુપ્રિયા પિલગાંવકર, રાકેશ બેદી, સોનાલી સચદેવ, રાજેશ શર્મા, અખિલેન્દ્ર મિશ્રા, ચિતરંજન ત્રિપાઠી, વિક્રમ કોચર, હિમાંશુ કોહલી અને વિકાસ વર્મા અનેક કલાકારો ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં કોમેડીની સાથે-સાથે રોમાન્સ પણ જોવા મળી રહ્યો છે. સૌરભ દાસગુપ્તા દ્રારા નિર્દેશિત અને લુકા છુપી અને મિમી ફેમ લક્ષ્મણ ઉટેકર અને ઋષિ વિરમાની દ્રારા લિખિત આ ફિલ્મ કોમેડી ડ્રામા અને હાસ્યનો ભરપૂર ડોઝ આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech