ગામની મહિલાઓએ ટીએમસી નેતાઓ પર લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ ; બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો રાજનીતિ કરવાનો આરોપ
પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી વિવાદ પર રાજકારણ ગરમાયું છે. આ મામલે ભાજપ અને ટીએમસી આમને-સામને છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. વાસ્તવમાં, વકીલ આલોક અલખ શ્રીવાસ્તવે સંદેશખાલીના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ (જાહેર હિતની અરજી) દાખલ કરી છે અને અરજીમાં માંગ કરી છે કે સીબીઆઈ અથવા એસઆઈટીની ટીમ આ મામલાની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરે.
પિટિશનમાં સંદેશખાલીના પીડિતોને વળતરની પણ માગણી કરવામાં આવી છે અને પશ્ચિમ બંગાળ પોલીસે તેમની જવાબદારીઓ કથિત રીતે યોગ્ય ન નિભાવી હોય તેવા આરોપ સાથે તેમની સામે પગલાં લેવાની પણ માગણી કરવામાં આવી છે. અરજીમાં સંદેશખાલી કેસની તપાસ રાજ્ય બહાર ટ્રાન્સફર કરવાની પણ માંગ કરવામાં આવી છે. સંદેશખાલી કેસની તપાસ ત્રણ જજોની કમિટી દ્વારા કરાવવાની પણ અરજી કરાઈ છે. અરજદારે આજે સવારે જ પિટિશન ઈમેલ કરીને તેનો સમાવેશ કરતાં નારાજગી વ્યક્ત કરી હતી. આ બાદ ચીફ જસ્ટિસે કહ્યું, 'તમે અમારા પર દબાણ ન લાવી શકો. અમે તેને સૂચિબદ્ધ કરીશું અને બપોરે તેના પર વિચારણા કરીશું.’
પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં સ્થિત એક ગામ સંદેશખાલીમાં આ દિવસોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગામની મહિલાઓએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે ટીએમસી નેતા શાહજહાં શેખ અને અન્ય ટીએમસી નેતાઓએ તેમની જમીનો કબજે કરી લીધી છે અને કેટલીક મહિલાઓએ ટીએમસી નેતાઓ પર યૌન શોષણનો આરોપ પણ લગાવ્યો હતો. આ અંગે સંદેશખાલીમાં મહિલાઓએ વિરોધ કર્યો હતો. સંદેશખાલીમાં ભાજપના કાર્યકરો પણ વિરોધ કરી રહ્યા છે. શાહજહાં શેખ રાશન કૌભાંડનો આરોપી છે અને શાહજહાં શેખ તાજેતરમાં ઇડી ટીમ પર થયેલા હુમલામાં પણ આરોપી છે. જ્યારે બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભાજપ પર આ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech