અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 જૂનને બદલે 2 જૂને આવશે. વાસ્તવમાં બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, કોઈપણ સંજોગોમાં 2 જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ. જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતગણતરી માટે 4 જૂનની તારીખમાં ફેરફાર કર્યો છે.
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે, દેશભરમાં ચુંટણીનું આયોજન સાત તબક્કામાં થસે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે, 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. અમે બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી છે. સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી યોજવી પડકારજનક છે, પરંતુ અમે તૈયાર છીએ. અમે તમામ રાજ્યોની મુલાકાત લીધી છે અને સમીક્ષા કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વધુમાં કહ્યું કે, અમને આશા છે કે યુવાનો અને પ્રભાવકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે અને તેમના મિત્રોને પણ સાથે લાવશે. ચૂંટણી દરમિયાન વાતાવરણનું પણ ધ્યાન રાખવામાં આવશે.
ગુજરાતની ૨૬ બેઠકો પર ૭ મે ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થશે. આ ઉપરાંત ૭ મેના રોજ વિધાનસભાની ૫ બેઠકો માટે પેટા ચુંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં માણાવદર, પોરબંદર, વાઘોડિયા, વિજાપુર અને ખંભાતમાં પેટા ચુંટણી યોજાશે. વિસાવદરની એક બેઠક માટે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMવિરાટ કોહલી પછી અનુષ્કા શર્માએ પણ આર અશ્વિનની નિવૃત્તિ બાદ એક ખૂબ જ સુંદર નોટ અને વીડિયો શેર કર્યો
December 19, 2024 04:54 PM2025માં ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજાની બોલિવુડમાં એન્ટ્રી, આ ફિલ્મ સાથે મચાવશે ધૂમ!
December 19, 2024 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech