RTE અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો ૩૦ માર્ચ સુધી લંબાવવામાં આવ્યો
જામનગર તા. ૨૭ માર્ચ, RTE ACT-2009ની કલમ ૧૨.૧ (સી) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫નાં જુન માસથી શરૂ થતા નવા સત્ર અન્વયે ધોરણ-૧માં વિનામુલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગત https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન અરજી કરવા અર્થે નિયામક, પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા તા. ૦૫/૦૩/૨૦૨૪નાં રોજ જાહેરાત પ્રસિદ્ધ કરી તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા. ૨૬/૦૩/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે ૧૩ દિવસનો સમય આપવામાં આવેલ.
પરંતુ, આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓનાં કારણે અરજદારશ્રીઓને આવકનો દાખલા, જાતિનાં દાખલા વગેરે જેવા આનુસાંગિક આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ RTE હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદા વધારી આપવા અર્થે રજુઆતો મળેલ. જે ધ્યાને લઈ RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. ૩૦/૦૩/૨૦૨૪, રાત્રીનાં ૧૨.૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. આથી, તા. ૨૭/૦૩/૨૦૨૪ થી ૩૦/૦૩/૨૦૨૪ દરમિયાન પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારશ્રીઓ ઓનલાઈન વેબપોર્ટલ https://te.orpgujarat.com/ પર જઈ અરજી કરી શકાશે. તેમ સંયુક્ત શિક્ષણ નિયામક ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech