WhatsAppમાં આવ્યું મોસ્ટ અવૈટેડ ફીચર, સ્ટેટસ રાખવામાં નહી પડે આ મુશ્કેલી

  • March 19, 2024 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

WhatsApp એક પછી એક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. સ્ક્રીનશોટ બ્લોકથી લઈને અવતાર ફીચર સુધી... WhatsApp તાજેતરમાં ઘણા નવા ફીચર્સ લાવ્યું છે. આ સીરીઝમાં કંપની સ્ટેટસ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી પાવરફુલ ફીચર લાવી છે. આ નવા ફીચરમાં યુઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશે.


અત્યાર સુધી વોટ્સએપ પર સ્ટેટસ પર માત્ર 30 સેકન્ડનો વીડિયો જ પોસ્ટ કરી શકાતો હતો, પરંતુ આ નવા ફીચરની રજૂઆત બાદ સ્ટેટસની સમય મર્યાદા વધારીને 1 મિનીટ કરી દેવામાં આવી છે. WABetaInfoએ આ નવા ફીચરની માહિતી આપી છે. કંપની બીટા યુઝર્સ માટે આ નવું ફીચર રોલઆઉટ કરી રહી છે. બીટા યુઝર્સ આ અપડેટને એન્ડ્રોઇડ 2.24.7.6 માટે WhatsApp બીટામાં ચેક કરી શકે છે. યુઝર્સ લાંબા સમયથી સ્ટેટસમાં લાંબા વીડિયો શેર કરવાના ફીચરની માંગ કરી રહ્યા હતા, જે બાદ તેમની માંગ પૂરી થવા જઈ રહી છે.


સ્ટેટસ અપડેટ ફીચર સિવાય વોટ્સએપ અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરમાં તમે WhatsApp પર UPI પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરી શકશો. WABetaInfoના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની આ ફીચર પર બીટા ટેસ્ટિંગ કરી રહી છે, ત્યારબાદ જ આ ફીચરને વૈશ્વિક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application