ઘણીવાર આપણે લિફ્ટમાં કોઈ ફસાઈ જવાના સમાચાર સાંભળીએ જ છીએ, પરંતુ કેરળમાંથી આવા સમાચાર સામે આવી રહ્યા છે, જેને જાણીને તમે ચોંકી જશો. અહીં એક વ્યક્તિ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની લિફ્ટમાં 2 દિવસથી ફસાયેલો હતો. વાત એટલી હદે પહોંચી ગઈ કે તેણે ખૂબ અવાજ કર્યો જેથી કોઈ સાંભળે પણ કોઈએ તેની તરફ ધ્યાન ન આપ્યું. એટલું જ નહીં કર્મચારીઓએ ફોન પણ ઉપાડ્યો ન હતો. હવે આરોગ્ય મંત્રીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે.
ઉલ્લૂરના રહેવાસી 59 વર્ષીય રવિન્દ્રન નાયર પોતાની સારવાર માટે તિરુવનંતપુરમની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આવ્યા હતા. તે પહેલા માળે જવા માટે લિફ્ટમાં ચડયા, પરંતુ લિફ્ટ ઉપર જવાને બદલે નીચે જતી રહી અને ખુલી નહીં. જેના કારણે તેણે 2 દિવસ લિફ્ટમાં પસાર કરવા પડ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે જવાબદારોને પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે તેમને ખબર પણ નથી. 2 દિવસ બાદ નિયમિત કામ માટે લિફ્ટ ચાલુ કરવામાં આવી ત્યારે તેમાં એક વ્યક્તિ ફસાઈ હોવાની માહિતી મળી હતી. આ પછી વહીવટીતંત્રે જવાબદારો સામે કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે રવિન્દ્રન નાયર શનિવારથી સરકારી મેડિકલ કોલેજ, તિરુવનંતપુરમના ઓપી બ્લોકની લિફ્ટમાં ફસાયેલા હતા અને સોમવારે સવારે જ્યારે લિફ્ટ ઓપરેટર નિયમિત કામકાજ માટે લિફ્ટ ચાલુ કરવા આવ્યા ત્યારે તેમણે એલાર્મ સાંભળ્યું, પછી નાયરને બહાર કાઢ્યા. નાયર મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે કહ્યું, "તે પહેલા માળે જવા માટે લિફ્ટમાં ચઢ્યા હતા પરંતુ લિફ્ટ નીચે આવી અને પછી દરવાજો ન ખૂલ્યો. નાયરે મદદ માટે બૂમો પાડી પણ કોઈ આવ્યું નહીં." રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને આ સંબંધમાં રિપોર્ટ માંગ્યો છે. આ ઘટનાના સંદર્ભમાં આરોગ્ય વિભાગે ત્રણ સ્ટાફ સભ્યો - બે લિફ્ટ ઓપરેટર અને એક સાર્જન્ટને સસ્પેન્ડ કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના સવારે ત્યારે પ્રકાશમાં આવી જ્યારે લિફ્ટ ઓપરેટરે કામકાજ માટે લિફ્ટ શરૂ કરી. નાયરના પરિવારે રવિવારે રાત્રે જ મેડિકલ કોલેજ પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મેડિકલ કોલેજના અધિકારીઓનું કહેવું છે કે આ લિફ્ટનો નિયમિત ઉપયોગ થતો ન હતો. નાયરે વાતચીતમાં જણાવ્યું, "મેં લિફ્ટની અંદર લખેલા તમામ ઈમરજન્સી નંબરો પર ફોન કર્યો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. મેં પણ ઘણી વાર એલાર્મ વગાડ્યું પરંતુ કોઈ આવ્યું નહીં.
નાયરના પુત્ર હરિ શંકરે જણાવ્યું કે તેમના પિતા લગભગ 2 દિવસ સુધી લિફ્ટની અંદર ફસાયેલા હોવાથી ભારે આઘાતમાં હતા. શંકરે કહ્યું, "મારા પિતાએ કહ્યું કે તે લિફ્ટની અંદર એલાર્મ વગાડતા રહ્યા પરંતુ કોઈ તેને બચાવવા ન આવ્યું." નાયર શનિવારે બપોરે લગભગ 12 વાગ્યે સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા અને લિફ્ટમાં ફસાઈ ગયા હતા. જ્યારે તેનો ફોન કનેક્ટ થયો ન હતો, ત્યારે પરિવારના સભ્યોએ રવિવારે સાંજે મેડિકલ કોલેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પટેલ કેળવણી મંડળ સામે કરવામાં આવેલ દાવો રદ કરતી અદાલત
November 14, 2024 10:45 AMપોક્સોના કેસમાં નિર્દોષ છુટકારો
November 14, 2024 10:43 AMખંભાળીયા નગરપાલિકા દ્વારા ચાલુ નોકરીએ મૃત્યુ પામેલ સફાઈ કર્મચારીના પરિવારને સહાય
November 14, 2024 10:41 AMદ્વારકા: અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે પગલા લેવા કલાપ્રેમીઓની પ્રબળ માંગ
November 14, 2024 10:36 AMકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસે લોકસંપર્ક યોજાયો
November 14, 2024 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech