અમદાવાદમાં રમાશે ફાઇનલ, આ 12 શહેરોમાં યોજાશે વર્લ્ડકપના મેચ

  • June 27, 2023 12:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ODI વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતની ધરતી પર થવાનું છે. જોકે, આ વર્ષે યોજાનારા ICC ODI વર્લ્ડ કપને લઈને મોટી માહિતી સામે આવી છે. ODI વર્લ્ડ કપ 2023 ભારતના 12 મેદાનો પર રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય સેમિફાઇનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.


અમદાવાદ ઉપરાંત ODI વર્લ્ડ કપ 2023 દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, ધર્મશાલા, લખનૌ, પુણે, ત્રિવેન્દ્રમ અને ગુવાહાટીમાં યોજાશે. આ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે, તો સેમીફાઇનલ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, પછી ભલે તે પોઇન્ટ ટેબલ અથવા ગ્રૂપમાં ટીમ ઇન્ડિયાની સ્થિતિ ગમે તે હોય.


સૂત્રો મુજબ સોમવારે BCCIના અધિકારીઓ અને સંબંધિત રાજ્યોના ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે એક અનૌપચારિક બેઠક યોજાઈ હતી. જો કે, આ બેઠકમાં ICCના નિયમો સિવાય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 12 મેદાનો પર રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application