પેપરલીક કાંડના પુરાવાઓ બળીને ખાખ, કૌભાંડીઓના હૈયે ટાઢક આપતી ગૌણસેવા પસંદગી મંડળની આગ !

  • May 08, 2023 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજરોજ બપોરના સમયે ગાંધીનગર સ્થિત ગૌણસેવા પસંદગી મંડળના કાર્યાલયમાં આગ લાગી હોવાની ઘટના બની છે. કર્મયોગી ભવનમાં આવેલી ગૌણસેવા પસંદગી મંડળની ઓફીસના બ્લોક-2 માં પહેલા માળે આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. જો કે હવે આ આગ બાદ અનેક તર્ક વિતર્કો ચાલુ થઇ ચુક્યા છે.  આગજનીની ઘટના બાદ બાદ કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી હતી. જો કે, હાલ આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાકાહ્ર નથી. પરંતુ મોટી માત્રામાં માલ હાની એટલે કે ડોક્યુમેન્ટસ બળીને ખાખ થઇ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તમામનો બચાવ કર્યો છે. સૂત્રો મુજબ અનેક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ બળીને રાખ  થઇ ગયા છે. એવો ગણગણાટ શરુ થયો છે કે હજુ વધુ નવા કૌભાંડો બહાર આવે તે પહેલા જ તમામ પુરાવાઓ સગેવગે કરી દેવામાં આવ્યા છે.


આ બાદ આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ફરીવાર યુવરાજસિંહના સમર્થનમાં બોલતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે, આ કુદરતી નહી પણ કૃત્રિમ આગ છે. આ આગ સરકાર જનતાની ગુસ્સાની આગમાં ન બળે તે માટે આ લગાવવામાં આવી છે. અનેક બિનકાયદેસર રીતે ઘુસી ગયેલા નકલી કર્મચારીઓના હૈયાને ઠંડક આપનારી આગ છે. યુવરાજસિંહ જેલમાં છે અને તે એક મોટા ઘટસ્ફોટની તૈયારી કરી રહ્યા હતા. જોકે આ ઘટસ્ફોટ થાય તો હજારો નકલી કર્મચારીઓનું કૌભાંડ સામે આવે તેવી શક્યતા હતી. જેના કારણે આખરે આ આગ લગાવી દેવામાં આવી. જેથી સરકાર કહી શકે કે હાલ અમારી પાસે આવો કોઇ ડેટા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application